વડોદરા જિલ્લાના નર્મદા કિનારે આવેલા તીર્થક્ષેત્ર કરનાળીના કુબેર ભંડારી મહાદેવજી મંદિરનું અત્યંત પૌરાણિક મહાત્મ્ય રહેલું છે.
આ મંદિરે પાંચ અમાસ ભરવાથી ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ થતી હોવાથી શ્રદ્ધા સાથે પ્રતિ અમાસ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ કુબેર દાદા ના દર્શનાર્થે ગુજરાત સહિત વિવિધ પ્રાંતમાંથી ઉમટતા હોય છે. આજરોજ રવિ પુષ્ય નક્ષત્ર રવિવારની રજા અને હરિયાલી અમાસ નિમિત્તે શ્રદ્ધાળુઓનો મહાસાગર કરનાળી તીર્થમાં છલકાયો છે. ગત મોડી રાતથી જ અવિરત પણે શ્રદ્ધાળુઓ પધારી કતારમાં શિસ્ત બદ્ધ રીતે ઉભા રહી દાદાના દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી રહ્યા છે.
હરિયાલી અમાસ હોય મંદિરના મુખ્ય ટ્રસ્ટી મહંત દિનેશ ગીરીજી મહારાજે એક વૃક્ષ માતા-પિતા તેમજ કુબેર દાદા ના નામે વાવવા અંગે શ્રદ્ધાળુઓને અનુરોધ કર્યો હતો. આવતીકાલ સોમવાર થી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓ કુબેર દાદાના દર્શન પૂજન નો લાભ મેળવવા ઉમટશે.
Reporter: admin