વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં મોડી રાત્રે ડીજેના વધુ અવાજનાં લીધે એક બિલ્ડીંગની બાલ્કની ધસી પડી હતી.સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. વડોદરા ફાયર વિભાગની ટીમ સમયસર સ્થળ પર પહોંચી હતી.
વડોદરા મહાનગરપાલિકાનિ નિર્ભયા સાથ દ્વારા વડોદરા શહેરમાં જર્જરીત બિલ્ડીંગ હોય છે તેને નોટિસ આપવામાં આવતી હોય છે. ચોમાસા દરમિયાન અનેક બનાવો બનતા હોય છે. જોકે છેલ્લા એક મહિનામાં વડોદરા શહેરમાં પણ મકાન ધરાશયી ના બનાવો બન્યા છે. પરંતુ પાલિકા માત્ર નોટિસ આપે છે ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવામાં આવતું નથી. વડોદરા શહેરમાં મેઘરાજા એ પણ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે.
મોડી સાંજે દાંડિયા બજાર વિસ્તારમાં ડીજે પસાર થઈ રહ્યો હતો જેમાં તેના અવાજના કારણે એક બિલ્ડીંગની બાલકની નો ભાગ ધરાશયી થયો હતો. જોકે સદનશીબે કોઈ જાનહાની થઈ ન હતી. ફાયર બ્રિગેડ નો સંપર્ક કરતા ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર આવી ગઈ હતી. લટકેલો બાલ્કની ના ભાગના સળિયા ને કટીંગ કરીને દીધો હતો. ફાયર બ્રિગેડના જવાને જણાવ્યું હતું કે બાલ્કની નો ભાગ લટકતા હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ ભાગ જો નીચે પડી ગયો હોત તો મોટી દુર્ઘટના ઘટતી. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી
Reporter: