News Portal...

Breaking News :

CBIએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની તિહાર જેલમાં પૂછપરછ કરી

2024-06-26 10:07:48
CBIએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની તિહાર જેલમાં પૂછપરછ કરી


નવી દિલ્હી: કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના એક દિવસ પૂર્વે મોડી રાત્રે સીબીઆઈએ તિહાડ જેલમાં જઈને કેજરીવાલની પૂછપરછ કરી હતી.


CBI એ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની તિહાર જેલમાં પૂછપરછ કરી અને એક્સાઇઝ પોલિસી કેસ સાથે સંબંધિત તેમનું નિવેદન નોંધ્યું હતું. સીબીઆઈ આજે અરવિંદ કેજરીવાલને સંબંધિત ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવાની મંજૂરી પણ મળી ગઈ છે. આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.આપ નેતા સંજય સિંહે કહ્યું હતું કે, ગુનાખોરી, અત્યાચાર અને અતિરેક તેની હદ સુધી પહોંચી ગયા છે. એવા સમયે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવાની પૂરી આશા છે. ત્યારે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે CBI અધિકારીઓ સાથે મળીને એક મોટું ષડયંત્ર રચ્યું છે. 


આ ષડયંત્ર અરવિંદ કેજરીવાલ સામે સીબીઆઈનો બનાવટી કેસ તૈયાર કરીને તેમની ધરપકડ કરવાનું છે.આમ આદમી પાર્ટીના સાંસદે વધુમાં કહ્યું કે, આખો દેશ ભારતીય જનતા પાર્ટીના અતિરેકને જોઈ રહ્યો છે. કેન્દ્ર સરકારના ગુનાઓ પર સમગ્ર દેશની નજર છે. તેમના અત્યાચાર અને અન્યાયને આખો દેશ જોઈ રહ્યો છે. આ ખોટા કેસ સામે આખો દેશ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે ઉભો રહેશે.સંજય સિંહે કહ્યું હતું કે "આ દેશમાં ન્યાય કેવી રીતે મળશે. શું આવા ખોટા કેસ દાખલ કરીને કેજરીવાલને જેલમાં ધકેલી દેવાના હેતુથી આ પગલાં લેવામાં આવશે? આવો આપણે સૌ સાથે મળીને આની સામે અવાજ ઉઠાવીએ."

Reporter: News Plus

Related Post