લોકસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમત ન મળતાં પક્ષમાં સત્તા ટકાવી રાખવા અનેક પ્રયાસો કરી રહ્યું છે.
લોકસભા ચૂંટણીના ઝટકા બાદ હવે રાજ્યસભામાંથી પણ ટેકો છીનવાઈ ગયો છે. 18મી લોકસભાની કામગીરી દરમિયાન અનેક મહત્ત્વપૂર્ણ બિલ રાજ્યસભા માંથી પસાર કરાવવામાં મદદરૂપ થનાર બીજુ જનતા દળ (બીજેડી)એ સ્પષ્ટપણે ભાજપ- એનડીએનો સાથ આપવાનો ઈનકાર કર્યો છે.બીજેડી પ્રમુખ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે ઘણા વર્ષો પછી ઓડિશામાં ભાજપના કારણે સત્તા ગુમાવી છે, તેમણે કહ્યું છે કે તેમની પાર્ટી રાજ્યસભામાં કેન્દ્ર સરકારનો વિરોધ કરશે. 245 સાંસદો ધરાવતી રાજ્યસભામાં બિલ પસાર કરવા માટે 123 સાંસદોનું સમર્થન હોવું જરૂરી છે. રાજ્યસભામાં હાલમાં NDAના 106 સાંસદો છે. દસ બેઠકો પર ચૂંટણી થવાની છે.
ભાજપ તેમાંથી છ જીતી શકે છે. તો પણ તેના સાંસદોની સંખ્યા માત્ર 112 સુધી પહોંચી શકશે.રાજ્યસભામાં બીજેડીના 9 અને વાયએસઆર કોંગ્રેસના 11 સાંસદો છે. 10 ખાલી બેઠકો સિવાય 5 બેઠકો એવી છે કે જેના પર સાંસદો નોમિનેટ થવાના છે.વર્ષોથી, YSR કોંગ્રેસ અને BJD બંને પક્ષોએ કેટલાક મુદ્દાઓ પર મોદી સરકારને ટેકો આપ્યો છે. બંનેના સમર્થનથી ભાજપ સંસદના બંને ગૃહોમાં ઘણા મહત્વપૂર્ણ બિલ પસાર કરાવવામાં સફળ રહ્યું છે. YSR કોંગ્રેસ અને BJDએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને નાગરિકતા સંશોધન કાયદો (CAA) નાબૂદ કરવાના મામલે મોદી સરકારને સમર્થન આપ્યું હતું. ટ્રિપલ તલાક કાયદાના મુદ્દે મોદી સરકારને બીજેડીનું સમર્થન મળ્યું હતું, જો કે, YSR કોંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો. વાયએસઆર કોંગ્રેસે 2021માં મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ કાયદાનું સમર્થન કર્યું હતું પરંતુ તે સમયે બીજેડીએ તેનો વિરોધ કર્યો હતો.
Reporter: News Plus