એક વકીલ સહિતની ટોળકીએ બિલ્ડર-ગરબા આયોજકને હની ટ્રેપમાં ફસાવવાનું રચ્યું કાવતરું, લાફાવાળી થતાં મેદાનમાંથી ભાગવું પડ્યું

શહેરનો એક એવો વકીલ છે જેણે એક રંગીલા ગરબાના આયોજક અને બિલ્ડરને હનીટ્રેપમાં ફસાવવાનું કાવતરું રચતા ખળભળાટ મચી ગયો છે. વિવાદીત રહેલો આ વકીલ હની ટ્રેપમાં પણ માલેતુજારોને ફસાવીને તગડી રકમ પડાવવાનો કારસો રચી રહ્યો છે. મળેલી માહિતી મુજબ આ વકીલ સહિતની ટોળકીએ એક મોટા બિલ્ડર તથા ગરબાનાં આયોજકને હની ટ્રેપમાં ફસાવવાનું કાવતરું રચ્યું હતું. જો કે તેમાં તે 100% સફળ રહ્યો ન હતો. ગ્રાઉન્ડ ઉપર બોલાવીને ત્યાં લાફાવાળી થતાં આખરે તેને મેદાનમાંથી ભાગવું પડ્યું હતું. અચાનક જ લાફાવાળી થતા જ વકીલની ફાટી ગઇ હતી અને જીવ બચાવવા તેને ભાગવાની ફરજ પડી હતી. હવે આ વકીલનું આવી બનવાનું છે તેવી વાતો ચર્ચાઇ રહી છે અને આવનાર દિવસોમાં આ મામલો વધુ ઉગ્ર સ્વરુપ ધારણ કરી શકે છે. મોટા ગજાનાં વગદાર બિલ્ડર, તથા ગરબા આયોજકને હની ટ્રેપમાં ફસાવીને આ વિવાદીત વકીલ એવું માનતો હતો કે મોટો તોડ થશે અને મોંઘી કારમાં ફરવાનું તેનું સપનું પુરુ થશે. આ માટે તેણે 54 લાખની મોંઘામાં મોંઘી એક કારનું ક્વોટેશન પણ મંગાવ્યું હતું. જો કે ગંધ આવી જતા વગદાર બિલ્ડર અને ગરબાના આયોજક વકીલના કાવતરામાં ફસાતા બાલ બાલ બચી ગયા હતા. પણ વકીલનું મોંઘી કારમાં ફરવાનું સપનું રોળાઇ ગયું હતું. અચાનક લાફાવાળી થતાં તે હાલ તો રણ છોડીને ભાગી ગયો છે. પણ આગામી દિવસોમાં આ મામલો વધુ ચગી શકે છે. ઉલ્લેખનીય છે કે આ વકીલની સામે અગાઉ શહેર પોલીસે ગુનો પણ દાખલ કરેલો હતો. રિમાન્ડ ઉપર લીધેલો હતો, તથા તેને જેલ ભેગો કર્યો હતો. આ વિવાદીત વકીલનું મોંઘી કારમાં ફરવાનું સપનું હાલ પુરતું તુટી ગયું હતું.
54 લાખની કારનું ક્વોટેશન પણ મગાવ્યું હતું
વકીલને એમ હતું કે બિલ્ડર હોવાથી મોટો માલ મળી શકે છે અને તેથી તેણે બહુ મોટી રકમની આશા રાખી હોવાથી ભારતમાં મળતી મોંઘામાં મોંઘી કારનું ક્વોટેશન મગાવ્યું હતું !!
Reporter: admin







