મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વૃક્ષોના ટ્રીમિંગ માટેની પરમિશન લઈ આશરે 60 થી 70 ફૂટ ઊંચા બે વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા હતા.

આ અંગે એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવતા ગાર્ડન શાખાના અધિકારીઓ દ્વારા સ્થળ પર પહોંચી વૃક્ષો કાપનાર વ્યક્તિ પાસે વૃક્ષો કાપવા માટેની પરમિશન માટેનો કાગળ માગતા તેઓ દ્વારા વૃક્ષોને ટ્રીમિંગ કરવા અંગેનો કાગળ બતાવી સંપૂર્ણ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. તેઓ દ્વારા એમ જણાવવામાં આવ્યું હતું કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને આ કામ સોંપવામાં આવ્યું હતું.

આ અંગે ગાર્ડન શાખાના અધિકારીઓ દ્વારા સ્થળ સ્થળ પરથી વૃક્ષોના કપાયેલા લાકડા સાથે ટેમ્પોને સીઝ કરી ગાર્ડન શાખાની કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો તથા વધુ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Reporter: admin







