મહાનગરપાલિકા દ્વારા શહેરના વહીવટી વોર્ડ નંબર પાંચ બાપોદ વિસ્તારમાં ઢોર પર જે ટ્રેગીગ લગાવામાં નથી આવ્યા તેને જમા અને ગેરકાયદેસર ઢોર વાળા પર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે સ્થાનિક કોર્પોરેટર વિનોદ ભરવાડ પશુપાલકો વતી આશ્વાસન આપતા ઢોરો જમા કર્યા ન હતા.
વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસના કારણે મહાનગરપાલિકા તંત્ર એક્શન માં આવ્યું હતું. કેટલાક લોકો ઢોરના અડફેટે ઇજાગ્રસ્ત તો કેટલાક લોકોના મૃત્યુ થયા હતા.જોકે કોઈપણ રાહદારીનો કે નાગરિકનું મોત થાય, પાલિકાની કામગીરીમાં અડચણરૂપ બને તો તંત્ર દ્વારા પશુપાલકો સામે એફઆઇઆર પણ દાખલ કરવામાં આવતી હતી. મહાનગરપાલિકા વોર્ડ નં-૫ ના બાપોદ વિસ્તાર ખાતે ઢોર ડીમોલેશન કાર્યવાહી હાથ ધરાઈ હતી.
જેમાં ઢોરને ટેગિંગ કરેલ ના હોય, પશુપાલકે લાયશન્સ લીધેલ ન હોય, તેમજ સરકારી જગ્યા એ ઢોરવાડા બનાવેલ હોય તે તમામ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જે પશુઓને ટેગિંગ કરવામાં નહતું આવ્યું એ પશુઓ જપ્ત કરવામાં આવ્યા હતા. આ સમયે વિસ્તારના કોર્પોરેટર વિનોદભાઈ ભરવાડ આવી પહોંચ્યા હતા અને તેઓ દ્વારા ભલામણ કરવામાં આવી હતી કે પશુઓને ટેગ લાગેલા છે પરંતુ જે પશુઓને ટેગ નથી લાગ્યા એ પશુઓને ટેગિંગ ફરજિયાત થઇ જશે.
Reporter: admin