આરોપીએ મહિલા પર બળાત્કાર કર્યા પછી ગળું દબાવીને હત્યા કરી. રાજસ્થાન ખાતે આરોપીની ધરપકડ કરવામાં આવી
નૈનિતાલ: હાલ કોલકતામાં ૩૧ વર્ષીય પીજી ટ્રેનિય ડૉક્ટર પર બળાત્કાર બાદ હત્યાનો બનાવ થમ્યો નથી. આ બનાવના લઈને દેશભરના લોકોમાં આક્રોશ છે. લોકો આ ઘટનાંને હજુ ભૂલ્યા પણ નથી ત્યાં ઉત્તરાખંડના નૈનિતાલમાં ૩૩ વર્ષીય નર્સ સાથે કથિત બળાત્કાર કર્યા બાદ ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી . છેલ્લા કેટલા દિવસથી આ મહિલા ગુમ થયાની ફરિયાદ તેના પરિવારજનોએ નોંધી હતી. હાલ આ આરોપીની ધરપકડ રાજસ્થાનથી કરવામાં આવી હતી.આ મહિલા હોસ્પિટલથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેની સાથે આ ઘટના બની હતી અને ત્યારબાદ તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી.
આ મહિલા એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતી હોવાનું જાણવા મળ્યું છે.બિલાસપુરમાં રહેતી મહિલા કામ કરીને પરત ફરી રહી હતી અને ૩૦ જુલાઈના રોજ હોસ્પિટલથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી. કોઈ સમાચાર ન મળતા પરિવારજનોએ યુવતીની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.આ મહિલાનો મૃતદેહ બિલાસપુર જિલ્લાની ઝાડીઓમાં પડેલો મળ્યો હતો. વહુ માહિતી મુજબ ધર્મેન્દ્ર કુમાર નામનો વ્યક્તિ આ મહિલાનો પીછો કરી રહયો હતો.એ આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. ૮ ઑગસ્ટના રોજ આ મહિલાનો મૃતદેહ ઝાડીઓમાંથી મળી આવ્યો હતો. આરોપીની ધરપકડ રાજસ્થાનથી કરવામાં આવી હતી.
Reporter: admin