News Portal...

Breaking News :

એરંડાથી આતંક: દેશમાં બાયોટેરર ફેલાવવા પાકિસ્તાનથી પ્રયાસો શરૂ

2025-11-12 10:48:26
એરંડાથી આતંક: દેશમાં બાયોટેરર ફેલાવવા પાકિસ્તાનથી પ્રયાસો શરૂ


દિલ્હી : હથિયારોની ખરીદીની બાતમી પરથી ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ અને કલોલ નજીક કરાયેલી કાર્યવાહીથી દેશમાં બાયોટેરર ફેલાવવા પાકિસ્તાનથી પ્રયાસો શરૂ થયાનો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 


આથી જ, કેન્દ્ર સરકારે આ બાબતને અતિ ગંભીરતાથી લઈને એરંડાથી આતંક મચાવવાના પ્રયાસની તપાસમાં ગુજરાત સાથે યુ.પી, રાજસ્થાન અને તેલંગાણા એટીએસને પણ સક્રિય કરી છે. પાકિસ્તાનથી સંચાલિત બાયોટેરરના કિસ્સામાં પકડાયેલાં ત્રણ આરોપીના ફોનમાંથી રેકી કરાયેલાં સ્થળોના અને દેશમાં બાયોટેરર ફેલાવવા પાકિસ્તાનથી પ્રયાસો થયા છે, 250થી વધુ ફોટોગ્રાફ અને વીડિયો મળી આવ્યાં છે. આ ફોટા-વીડિયોને મહત્ત્વના ગણીને ચાર રાજ્યની પોલીસ સંયુક્ત તપાસ કરશે.એરંડાથી આતંક મચાવવાનો દેશનો પ્રથમ કિસ્સો કલોલ પાસેથી પકડી પાડી ગુજરાત એટીએસ ટીમે ડૉ. અહેમદ સૈયદ અને બે સાગરિતો આઝાદ શેખ અને મોહમંદ  સુહેલ સલીમ ખાનને ઝડપી રિમાન્ડ ઉપર મેળવ્યાં છે. 


પાકિસ્તાનથી ડ્રોન મારફતે બે ગ્લોક પિસ્તોલ, એક બેરેટા પિસ્તોલ અને 30 કારતુસ ભારતની રાજસ્થાન સરહદે મોકલાયાં હતાં. આ હથિયારો લઈને આઝાદ અને સુહેલ આવ્યાં હતાં. બંને પાસેથી આ હથિયારો મેળવીને જતા મૂળ હૈદરાબાદના ડૉ. અહેમદને એટીએસએ ઝડપી લીધા હતા. સાથે જ ત્વરિત કાર્યવાહી કરીને આઝાદ અને સુહેલને પણ ઝડપી લેવામાં આવ્યાં હતાં. પ્રાથમિક પૂછપરછમાં જ અહેમદ સૈયદ, આઝાદ શેખ અને મોહંમદ સલીમ ખાન પાકિસ્તાન સ્થિત આઇએસકેપી નામના આતંકી સંગઠન માટે ભારતમાં સક્રિય હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ડૉ. અહેમદ પાસેથી કેસ્ટર ઓઇલ એટલે કે એરંડાના તેલનો જથ્થો મળ્યો હતો તે બાબત એટીએસને શંકાસ્પદ લાગી હતી. બીજી તરફ, ડૉ. અહેમદ તો પોતે ગુજરાતમાં વેપાર - ધંધો કરવા આવ્યો હતો અને અગાઉ પણ એક વખત આવી ચૂક્યો હોવાની કહાની એટીએસ સમક્ષ કરતો રહ્યો હતો.

Reporter: admin

Related Post