મુંબઈ : બોલિવૂડ એક્ટર અને પૂર્વ સાંસદ ગોવિંદાની તબિયત મંગળવારે રાતે અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મંગળવારે રાત્રે લગભગ 8 વાગ્યે ડિસઓરિએન્ટેશનના કારણે તેમની તબિયત બગડી હતી.61 વર્ષીય એક્ટરને જુહુ સ્થિત ક્રિટિકેયર હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, એક્ટર તેમના નિવાસસ્થાને અચાનક બેભાન થઈ ગયા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલ તેઓ ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે. તેમના મિત્ર અને કાનૂની સલાહકાર લલિત બિંદલના જણાવ્યા અનુસાર, હવે ગોવિંદાની તબિયત સ્થિર છે અને તેઓ આરામ કરી રહ્યા છે.
લલિત બિંદલે વધુમાં જણાવ્યું કે- એક્ટરના તમામ મહત્ત્વપૂર્ણ માપદંડો પર નજર રાખવામાં આવી રહી છે અને ડૉક્ટરો જરૂરી તપાસ કરી રહ્યા છે. ગોવિંદાના કેટલાક મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.એક્ટરની તબિયત લથડવાના સમાચાર મળતાં જ તેમના ચાહકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે અને સૌ કોઈ તેમના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
Reporter: admin







