News Portal...

Breaking News :

ધર્મેન્દ્રને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા અપાઈ આગામી 72 કલાક ધર્મેન્દ્ર માટે ખૂબ જ નાજુક

2025-11-12 09:56:59
ધર્મેન્દ્રને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા અપાઈ આગામી 72 કલાક ધર્મેન્દ્ર માટે ખૂબ જ નાજુક


મુંબઈ : ધર્મેન્દ્રને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથીઆજે એટલે બુધવાર,12 નવેમ્બર 2025ના રોજ  રજા આપવામાં આવી છે. અને તેમનો પરિવાર તેમની સાથે ઘરે પરત ફર્યો છે. 


ડૉ. પ્રતીત સમદાનીએ  જણાવ્યું હતું કે, "ધર્મેન્દ્રજીને સવારે લગભગ 7:30 વાગ્યે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરિવારે તેમને ઘરે જ સારવાર આપવાનું નક્કી કર્યું હોવાથી તેમની ઘરે જ સારવાર કરવામાં આવશે."બોલીવુડના પ્રખ્યાત પીઢ સ્ટાર અને 'હી મેન' ધર્મેન્દ્રની હાલત હજુ પણ ગંભીર છે. 89 વર્ષની ઉંમરે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન પરિવારે સ્વાસ્થ્ય અપડેટ જારી કરીને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. આગામી 72 કલાક ધર્મેન્દ્ર માટે ખૂબ જ નાજુક હોવાનું કહેવાય છે.

Reporter: admin

Related Post