News Portal...

Breaking News :

કેબ એગ્રિગેટર્સ હવે પીક ટ્રાફિક અવર્સમાં નિર્ધારિત મૂળ ભાડા કરતાં વધુ ભાડું લઈ શકશે

2025-07-02 14:11:55
કેબ એગ્રિગેટર્સ હવે પીક ટ્રાફિક અવર્સમાં નિર્ધારિત મૂળ ભાડા કરતાં વધુ ભાડું લઈ શકશે


દિલ્હી : કેબ એગ્રિગેટર્સ હવે પીક ટ્રાફિક અવર્સમાં નિર્ધારિત મૂળ ભાડા કરતાં વધુ ભાડું લઈ શકશે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા 1 જુલાઈના રોજ નવી મોટર વ્હિકલ એગ્રીગેટર ગાઇડલાઇન્સ (MVAG) 2025 લાગુ કરી છે. 


જે અનુસાર, કેબ એગ્રિગેટર્સને પીક ટ્રાફિક અવર્સમાં મૂળ ભાડા કરતાં બમણાં સુધી વધુ ભાડું વસૂલવા મંજૂરી આપવામાં આવી છે. અત્યારસુધી દોઢ ગણું વધુ ભાડું લેવાની મંજૂરી હતી.કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આગામી ત્રણ મહિના સુધીમાં નવી ગાઇડ લાઇન લાગુ કરવા સૂચિત કર્યા છે. ટેક્સી-ઓટો ભાડામાં આ વધારો એગ્રિગેટર્સ પ્લેટફોર્મને વધુ પડતી માગ દરમિયાન સાનુકૂળતા આપવા તેમજ કિંમત અને સંચાલન માટે એકંદરે રેગ્યુલેટરી ફ્રેમવર્કના પડકારો દૂર કરવાના ઉદ્દેશ સાથે લાગુ કરવામાં આવ્યો છે.


MVAG 2025એ લાંબાગાળાથી રેગ્યુલેટરી તફાવતને દૂર કરતાં નોન-ટ્રાન્સપોર્ટ (પ્રાયવેટ) મોટરસાયકલને પણ પેસેન્જર વાહન તરીકે ઉપયોગ કરવા મંજૂરી આપી છે. એગ્રિગેટર્સ મારફત પેસેન્જર જર્નિ માટે ખાનગી વાહનોનો ઉપયોગ થઈ શકશે. જો કે, તેમાં રાજ્ય સરકારની મંજૂરી જરૂરી છે. ગાઇડલાઇન્સ અનુસાર, રાજ્ય સરકાર એગ્રિગેટર્સ મારફત શેરિંગ મોબિલિટી તરીકે મુસાફરી કરવા ખાનગી વાહનોને મંજૂરી આપી શકે છે. આ મંજૂરી આપવા પાછળનો હેતુ ટ્રાફિક, પ્રદુષણમાં ઘટાડો કરવા તેમજ અફોર્ડેબલ મોબોલિટી-હાઇપરલોકલ ડિલિવરીમાં સુધારો કરવાનો છે.

Reporter: admin

Related Post