મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નું ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં ધમાકેદાર પ્રદર્શન યથાવત છે. તેણે તેની સાતમી મેચ જીતી લીધી છે અને આ ટીમ હવે પ્લેઓફમાં એન્ટ્રી માટે તૈયાર છે. પરંતુ CSK ટીમનો એક રેકોર્ડ તેના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, આવી સ્થિતિમાં તેણે ખૂબ જ સતર્ક રહેવાની જરૂર છે.
તમને જણાવી દઈએ કે, ચેન્નાઈની ટીમે રવિવારે (12 મે)ના રોજ પોતાના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં તેની 13મી મેચ રમી હતી. ઋતુરાજ ગાયકવાડની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમે આ મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR)ને 5 વિકેટે હરાવી હતી.
છેલ્લી મેચ બેંગ્લોર સામે રમાશે
હવે ચેન્નાઈની ટીમે આ IPL સિઝનના ગ્રુપ સ્ટેજમાં તેની છેલ્લી મેચ 18 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે રમવાની છે. આ મેચ RCBના હોમ ગ્રાઉન્ડ બેંગ્લોરના એમ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. અત્યાર સુધી ચેન્નાઈની ટીમે તેના હોમ ગ્રાઉન્ડ ચેપોક પર 13માંથી 7 મેચ રમી છે. તેમાંથી તેણે 5 મેચ જીતી છે. તેમજ બાકીની 6 મેચ વિપક્ષી ટીમના મેદાન પર રમાઈ છે જેમાંથી તે માત્ર 2 મેચ જીતી શકી છે.
Reporter: News Plus