News Portal...

Breaking News :

સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમ

2025-01-12 11:01:23
સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમ


વડોદરા : સાંઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા વિકી શ્રીમાળી અને વૈભવ ટાલે અને નરેશ વણઝારા સમગ્ર તેમ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ ધાબળા વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. 


જેમાં વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા ssg હોસ્પિટલ કાલાઘોડા ફતેગંજ અને આજુ બાજુ વિસ્તાર માં ફૂટપાથ પર વસતા શ્રમિક લોકો ને સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા કપડા અને ધાબળા વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો સાંઈ શક્તિ સેવા ગ્રુપ અવરીત પણે છેલ્લા ૬ વર્ષ થી સેવા કિય કાર્યો કરે છે 


જેમાં દર ગુરુવારે માંજલપુર અવધૂત ફાટક પાસે આવેલ બળિયાદેવ મહારાજ મંદિર અન્નક્ષેત્ર ચલાવે છે,જ્યાં શ્રમિક લોકોને ભોજન પૂરું પડે છે સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા આજનાં કાર્યક્રમમાં સહભાગી થયેલ તમામ દાતા અને સાંઈ શક્તિ સેવા ગ્રુપનાં તમામ સભ્યોનો વિકી શ્રીમાળી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post