શહેર પોલીસે મકરપુરા બસ ડેપોમાં આવેલી બ્રધર્સ કલેક્શન નામની કપડાની દુકાનમાં ગોંધી રાખી બાળ મજુરી કરતા બાળકને મુક્ત કરાવ્યો હતો.

સમગ્ર મામલાની મળેલી જાણકારી મુજબ શહેર પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને બાતમી મળી હતી કે મકરપુરા બસ ડેપોમાં આવેલી બ્રધર્સ કલેક્શન નામની કપડાની દુકાનનો માલિક તેની દુકાનમાં બાળક પાસે બાળમજૂરી કરાવી તેનું આર્થિક અને માનસિક શોષણ કરે છે .
આ બાતમીના આધારે પોલીસની ટીમ દુકાનમાં પહોંચી હતી. પોલીસની તપાસમાં દુકાનમાંથી એક 17 વર્ષનો સગીર મળી આવ્યો હતો જેથી પોલીસે દુકાનના માલિક યોગેશ જશવંતભાઈ રોહિત (રહે પંચશીલ નગર માણેજા) સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને બાળકને મુક્ત કરાવી તેના સગાઓને સોંપ્યો હતો
Reporter: admin