News Portal...

Breaking News :

એમ એસ યુનિવર્સિટીમાં વિધર્મી આસિસ્ટન્ટ પ્રોફેસર એ વિદ્યાર્થીનીની કરી જાતીય સતામણી

2025-01-12 10:10:55
એમ એસ યુનિવર્સિટીમાં વિધર્મી આસિસ્ટન્ટ પ્રોફેસર એ વિદ્યાર્થીનીની કરી જાતીય સતામણી


વડોદરાની એમએસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના આસિસ્ટન્ટ પ્રોફેસરે વિદ્યાર્થીનીની જાતીય સતામણી કરી હોવાનો બનાવ બનતા ફરી એકવાર યુનિવર્સિટીની ગરીમાને લાંછન લાગ્યું છે. 


આ આસિસ્ટન્ટ પ્રોફેસર મુસ્લિમ છે અને આ સમગ્ર મામલો લવ જેહાદ નું હોવાનું બહાર આવતા બચી ગયો છે. આ મામલે મળી રહેલી જાણકારી મુજબ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ભણતી હિન્દુ વિદ્યાર્થીનીએ યુનિવર્સિટીની મહિલા ફરિયાદ નિવારણ સમિતિમાં પોતાની વ્યથા રજૂ કરી હતી અને તેણે આર્ટસ ફેકલ્ટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અજહર ડેરીવાલા સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. વિદ્યાર્થીનીએ આરોપ લગાવ્યા હતા કે પ્રોફેસર દ્વારા તેની જાતીય સતામણી કરવામાં આવતી હતી આ લંપટ પ્રોફેસર એ વિદ્યાર્થીનીને પાસ કરાવવાનું પ્રલોભન આપ્યું હતું અજહર ડેરીવાલા સામે જે ગંભીર આરોપણ વિદ્યાર્થીનીએ લગાવ્યા છે તેમાં એક ગંભીર આરોપ એ પણ છે કે અજહરે વિદ્યાર્થીને ધર્મ પરિવર્તન કરવા મેસેજ કર્યો હતો તેણે વિદ્યાર્થીનીને તું મુસ્લિમ ધર્મ અપનાવી લે તો તને પાસ કરાવીને સારી નોકરી અપાવી દઈશ તેવો મેસેજ કર્યો હતો જોકે આ લંપટ પ્રોફેસરની લીલા જાણી ગયેલી વિદ્યાર્થીની તેને તાબે થઈ ન હતી અને તેણે નિર્ભય બની યુનિવર્સિટીની મહિલા ફરિયાદ નિવારણ સમિતિ સમક્ષ ફરિયાદ કરી હતી. 


વિદ્યાર્થીનીની ફરિયાદના આધારે સમગ્ર મામલાની ગંભીરતા જોઈ સત્તાધિશોએ તાત્કાલિક ધોરણે પ્રોફેસરની ઓફિસ સીલ કરી દીધી હતી અને તેનો જવાબ લઈ તેને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો છે મળી રહેલી જાણકારી મુજબ હજુ પણ આ મામલે અન્ય લોકોના નિવેદન લેવામાં આવશે. મુસ્લિમ પ્રોફેસર દ્વારા લવ જેહાદનો આ બનાવ બહાર આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોશ જોવા મળી રહ્યો છે. આ પ્રોફેસર અજહર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ વિદ્યાર્થીઓએ કરી છે. હું તેમના ફોન કોલ એટેન્ડ કરતી ન હતી અને તેમની વાતોમાં આવી ન હતી...ભોગ બનનારી વિદ્યાર્થીનીએ સનસની ખેજ આરોપ લગાવતા કહ્યું હતું કે આ મામલાની છેલ્લા બે મહિનાથી ડીન ને જાણ હતી પણ તેમણે કોઈ પગલા લીધા ન હતા ત્યાર પછી મારી સાથે આ ઘટના બનવાની શરૂઆત થઈ હતી .હું તેમના ફોન કોલ એટેન્ડ કરતી ન હતી અને તેમની વાતોમાં આવી ન હતી જેથી તેમણે મારી વિરુદ્ધ ખોટી વાતો ફેલાવી હતી. તે માત્ર છોકરીઓને પોતાની પાસે બોલાવતો હતો છોકરાઓને બોલાવતો ન હતો તે હિન્દી વિભાગનો પ્રોફેસર છે.

Reporter: admin

Related Post