ઉતરાયણનો તહેવાર હવે નજીક છે ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ જાહેરનામું બહાર પડાયું છે જેમાં સાત મુદ્દાઓને આવરી લેવાયા છે
પોલીસ દ્વારા એવી ચીમકી આપવામાં આવી છે કે આ પ્રતિબંધિત કૃતિઓ કરતા પકડાયા તો તમારે શિક્ષાત્મક કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે આ જાહેરનામું 16 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. જાહેરનામા મુજબ કોઈપણ વ્યક્તિને જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગ તેમજ ફૂટપાથ તથા ધાબા પર પતંગ ઉડાડવા મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા તથા પતંગની ઉપર લાગણી દુભાય તેવી રીતે ઉશ્કેરની જનક લખાણો લખવા તથા કપાયેલા પતંગોને પકડવા માટે રસ્તા પર દોડાદોડી કરવી અથવા તો ભરાયેલો પતંગ કાઢવાની કોશિશ કરવી અને ચાઈનીઝ દોરી ની ખરીદી કરવી કે વેચાણ કરવી અને ચાઈનીઝ દોરી નો ઉપયોગ કરી પતંગ ચગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
આ ઉપરાંત તુક્કલનું વેચાણ ખરીદ અને તેના ઉપયોગ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે કોઈ વ્યક્તિ આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરશે તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.આ જાહેરનામું 16 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી શહેર પોલીસ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
Reporter: admin