મોરબીઃ પહેલગામ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત 26 લોકોના મૃત્યુ થયા હતા. આતંકીઓએ ધર્મ પૂછીને હત્યા કરી હતી. આ ઘટના બાદ મોરબીમાં ધર્મ જોઈને સામાન ખરીદો, આ હિન્દુની દુકાન છે તેવા પોસ્ટ લાગ્યા હતા. પોસ્ટર પર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ – મોરબી લખ્યું હતું.
નહેરુ ગેટથી લઈ અને દરબારગઢ સુધીના વિસ્તારમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ મોરબી દ્વારા લખાયા હોય તે રીતે પોસ્ટર છપાવી અને અમુક દુકાનોની બહાર રાતના સમયમાં લગાવાયા હતા. હાલ જ્યારે વાતાવરણ ડહોળાયેલું છે ત્યારે આ પ્રકારની હરકત વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળ ન કરે તેવું લોકોનું માનવું છે.હાલ વાતાવરણ ડહોળવાનો કોણ પ્રયત્ન કરી રહ્યું છે તે તાત્કાલિક તપાસ થવી જોઈએ તેવી મોરબીમાં ચર્ચા શરૂ થઈ છે. તંત્ર પણ ઉપરોક્ત પોસ્ટર બાદ હરકતમાં આવ્યું છે અને ઊંડી તપાસ થશે તેવું આશ્વાસન આપી રહ્યું છે.
ગુજરાત સરકારે જાહેર કર્યા હેલ્પ લાઈન નંબર:-
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના પગલે ત્યાં પ્રવાસ અર્થે ગયેલા ગુજરાતના પરિવારોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સતત સંકલનમાં છે. ગુજરાતના પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત ફરે તે માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકાર જરૂરી વ્યવસ્થાઓ કરી રહી છે. રાજ્યના પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત ફરે તે માટે રાજ્ય સરકારે બે હેલ્પલાઈન નંબર શરૂ કર્યા હતા.
Reporter: admin