અમદાવાદ :રાજ્યભરના ગુંડાઓની શાન ઠેકાણે લાવવા અને અસામાજિક તત્ત્વોને કડક મેસેજ પુરો પાડવા માટે ઘટનાના આરોપીના ઘર પર બુલડોઝર ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વસ્ત્રાલમાં ગુંડાગર્દી કરનારાઓના ઘર પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.વસ્ત્રાલની ઘટનાના આરોપીઓની ગેરકાયદેસર મિલકત પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવાશે. ઘટનાના આરોપી રાજવીર સિંહ બિહોલાના ઘરે તંત્ર પોલીસ કાફલા સાથે પહોંચી ગયું છે. બુલડોઝર ફેરવતાં પહેલાં ઘરમાંથી સામાન બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
કોઈપણ ક્ષણે ગેરકાયદે ઘર તોડી નાખવામાં આવી શકે છે. હાલમાં અમદાવાદ પોલીસ કમિશનર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વસ્ત્રાલની શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં ગુરૂવારે મોડી રાતે લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે તોફાની તત્વોએ આતંક મચાવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાનો એક વીડિયો વાઈરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.
Reporter: admin