News Portal...

Breaking News :

અંકલેશ્વરની કેમક્રોક્ષ કંપનીમાં બ્રોમીન ગેસ લીકેજ થતા દોડધામ મચી ગઇ

2024-08-17 20:11:47
અંકલેશ્વરની કેમક્રોક્ષ કંપનીમાં બ્રોમીન ગેસ લીકેજ થતા દોડધામ મચી ગઇ




વડોદરા :ઉદ્યોગ વસાહત અંકલેશ્વર GIDCમાં આવેલી એક કંપનીમાં શનિવારે સાંજેના સમયે બ્રોમીન ગેસ લીકેજ થતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. વાતાવરણમાં કેસરી રંગ છવાઇ ગયેલો જોવા મળ્યો હતો. જેને પગલે લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.
અંકલેશ્વરની કેમક્રોક્ષ કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે બ્રોમીન ગેસ લીકેજ થતા દોડધામ મચી ગઇ હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.



ગેસ લીકેજ થતા જ પીળા ધુમાડાનું સામ્રાજ્ય છવાવા સાથે ફરજ બજાવી રહેલા કામદારોમાં ભાગ દોડ મચી ગઇ હતી. બ્રોમીન લીકેજ થવાની ઘટનામાં ફાયર ફાઈટરો અને તંત્ર દોડતું થયું હતું.
બીજી તરફ ઘટનાની જાણ પોલીસ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ તેમજ GPCB ને થતા તેઓ પણ ઘટના સ્થળે જવા રવાના થયા હતા. બ્રોમીન લિકેજને પગલે પીળા ધુમાડાને લઈ લોકોમાં દહેશતનો માહોલ છવાયો હતો.



લીકેજને કંટ્રોલમાં લેવા કોસ્ટિક સોડાનો મારો ચલાવવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે ક્યાં કારણોસર અને કઈ રીતે બ્રોમીન ગેસ લીકેજ થયો તે અંગે કોઈ વિગતો હજી સુધી બહાર આવી નથી. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ સહિતની તંત્રની ટીમો સ્થળ પર પહોચ્યા બાદ ઘટનાની વધુ વિગતો બહાર આવી શકે તેમ છે.

Reporter: admin

Related Post