કલકતાની RG કાર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લેડિઝ તબીબ ડોક્ટર સાથે બનેલ દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાનો પડઘો સાવલી માં પડ્યો છે.
સમગ્ર ગુજરાતમાં અને દેશમાં આજે મેડિકલ ક્ષેત્રે સંકળાયેલ તબીબો દ્વારા બંધનું એલાન છે જેને સાવલી હોમિઓપેથીક મેડિકલ કોલેજ દ્વારા સમર્થન આપવા આવ્યું છે. મેડિકલ કોલેજના ડો. મીતા પટેલ તેમજ તબીબ સ્ટુડન્ટ નેહા કનોજીયાના જણાવ્યાં અનુસાર, સાવલી હોમીઓપેથીક કોલેજ એન્ડ હોસ્પિટલનાં ઇન્ટરન સ્ટુડન્ટ અને ડોક્ટર સ્ટાફ દ્વારા વિરોધ દર્શાવીએ છીએ.
ભવિષ્યમાં આવી ઘટના કોઈ મહિલા તબીબ સાથે ના બને અને તેમની સુરક્ષાને લઇને યોગ્ય કાયદો બને તેવી અમારી માંગ છે. તેમજ કલકતામાં બનેલ દુષ્કર્મની ઘટનામાં આરોપીને સખત સજા મળે તેવી અમારી માંગ છે. તબીબ સ્ટુડન્ટ્સ અને ડોક્ટરો દ્વારા રેલી સાથે સૂત્રોચાર કરવામાં આવ્યા હતા.
Reporter: admin