બ્રાઝિલ: રિયો ડી જાનેરોમાં ડ્રગ માફિયા 'રેડ કમાન્ડો' વિરુદ્ધ પોલીસે દેશના ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન શરૂ કર્યું છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસ હેલિકોપ્ટરથી બોમ્બમારો કરી રહી છે, જ્યારે માફિયાઓ ડ્રોનથી બોમ્બ વરસાવીને હુમલો કરી રહ્યા છે. 'ડ્રગ લોર્ડ્સ' (માફિયા નેટવર્કના મુખ્ય સૂત્રધાર) અને પોલીસ વચ્ચે ભારે ગોળીબાર થયો છે. અત્યાર સુધીમાં આ ઓપરેશનમાં કુલ 64 લોકોનાં મોત થયા છે, જેમાં પોલીસની ગોળીથી માર્યા ગયેલા 60 ડ્રગ તસ્કરો અને શહીદ થયેલા ચાર પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.બ્રાઝિલ પોલીસનું ઓપરેશન રિયો ડી જાનેરોમાં ચાલી રહ્યું છે, જ્યાં યુદ્ધ જેવી સ્થિતિ છે. આ શહેર લાંબા સમયથી Comando Vermelho (CV) (જેને રેડ કમાન્ડો પણ કહેવાય છે) અને Terceiro Comando Puro (TCP) જેવા 'ડ્રગ લોર્ડ્સ'ના નિયંત્રણમાં છે.
ડ્રગ તસ્કરીનું સિન્ડિકેટ ચલાવતી આ ગેંગ ગેરકાયદેસર હથિયારો, જમીન પર કબજો અને સ્થાનિક લોકો પાસેથી સુરક્ષા ટેક્સ પણ વસૂલે છે. ઓક્ટોબર 2025ના અંતમાં રિયોના મેયર અને રાજ્ય સરકારે આ હેતુથી ઓપરેશન રિયો પેસિફિકાડો (Operation Rio Pacificado) નામનું એક અભિયાન શરૂ કર્યું છે.ગવર્નર ક્લાઉડિયો કાસ્ટ્રોએ વીડિયો નિવેદનમાં જણાવ્યું કે, પોલીસ ઓપરેશનમાં 60 ગુનેગારોને 'ન્યૂટ્રલાઈઝ' કરવામાં આવ્યા છે. આ મોટા પાયેના અભિયાનમાં લગભગ 2,500 પોલીસકર્મીઓ અને સૈન્યકર્મીઓ સામેલ હતા, જેનો મુખ્ય ઉદ્દેશ 'Comando Vermelho' (લાલ કમાન્ડો) ડ્રગ ગેંગને નિશાન બનાવવાનો હતો, જે રિયોના ગરીબ વિસ્તારોમાં સક્રિય છે.
Reporter: admin







