ડભોઇ તાલુકા પંથકમાં સતત ત્રણ દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો હોય જેને કારણે ડભોઇ પંથક ના ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં પાકની અંદર નુકસાનીનું ભોગ બનવું પડ્યું છે

તેવામાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ડભોઇના ખેડૂતોને પાક નુકશાનીનું વળતર આપવામાં આવે તેવી મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખી માંગ કરવામાં આવી છે. ડભોઇ સહિત તાલુકા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને લઇને ડભોઇ તાલુકાના ખેડૂતોને પાક ઉત્પાદનમાં વ્યાપક પ્રમાણમાં નુકસાની રહેવાનો વારો આવે છે.
તાલુકાના ખેડૂતોને નુકસાની સામે સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવે તે માટે ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાનીને પત્ર લખી પાક નુકશાની વળતર માટે માંગ કરી છે
Reporter: admin







