News Portal...

Breaking News :

US ચૂંટણીમાં બંને ઉમેદવારોને 48-48 ટકા મતદારોનું સમર્થન મળશે એવી આગાહી

2024-10-30 09:36:07
US ચૂંટણીમાં બંને ઉમેદવારોને 48-48 ટકા મતદારોનું સમર્થન મળશે એવી આગાહી


વોશિંગટન : અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે અને 4 કરોડ કરતાં વધારે લોકો મતદાન પણ કરી ચૂક્યા છે. 


આગામી 5 નવેમ્બર સુધી ચાલનારા મતદાનના અંતે મતગણતરી હાથ ધરાશે ત્યારે હાલનાં વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટની રેસમાં ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હેરિસ જીતશે કે પછી  રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર એવા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે તેની ખબર પડશે પણ છેલ્લા સર્વે પ્રમાણે, જોરદાર ટક્કર થશે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સસિએના કોલેજ દ્વારા 20 અને 23 ઓક્ટોબરની વચ્ચે કરવામાં આવેલા છેલ્લા રાષ્ટ્રીય સર્વેમાં બંને ઉમેદવારોને 48-48 ટકા મતદારોનું સમર્થન મળશે એવી આગાહી કરાઈ છે.  


બાકીના 4 ટકા મતદારોએ હજુ કોને મત આપવો એ નક્કી કર્યું નથી એ જોતાં આ કમલા અને ટ્રમ્પ વચ્ચે છેલ્લી ઘડી સુધી મુકાબલો થવાનાં એંધાણ છે. સીએનએનએ ચૂંટણી અંગે રાષ્ટ્રીય સ્તરે કરેલા પોતાના છેલ્લા સર્વે પ્રમાણે પણ કમલા અને ટ્રમ્પ વચ્ચે ટાઈ પડી છે.  47 ટકા મતદારો ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને સમર્થન આપે છે અને 47 ટકા મતદારો ટ્રમ્પને સમર્થન આપે છે. સર્વેમાં કમલા અને ટ્રમ્પ વચ્ચે ટાઈ પડતાં આ મુકાબલો રસપ્રદ બની ગયા છે.

Reporter: admin

Related Post