ડભોઇ તાલુકાના બોરીયાદ ગામે ગામ તળાવ ભર ઉનાળે કોરૂ કટ થઈ જતા ભર ઉનાળે 40 ઉપરાંત ડિગ્રી તાપમાન હોય જેને લઈને ખેડૂતો દ્વારા પોતાના બોર ના પાણી દ્વારા તળાવ માં પાણી નાખી ને ભરવામાં આવી રહ્યા છે.
માનવ તો ગમે ત્યાં પાણી પી શકે છે પણ મૂંગા જાનવરો ક્યાં જાય જેને લઈને ગામના લોકોએ નક્કી કરી તળાવમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.હાલમાં દેશભર સહિત રાજ્યમાં અને ડભોઇમાં કાળજાળ ઉનાળાની ગરમીમાં 40 ડિગ્રી ઉપરાંત તાપમાન હોય ત્યારે ડભોઇ તાલુકાના બોરીયાદ ગામે ગામ તળાવ કોરૂ કટ થઈ જવા પામ્યું હતું ગામના પશુઓ ને પાણી પીવા ની ચિંતા કરી સમગ્ર ગામના ખેડૂતોના ખેતરોમાં આવેલા બોર ના પાણી તળાવમાં પાઇપો વડે તળાવ માં પાણી છોડવામાં આવી રહ્યું છે
આ ગામ જેવો અન્ય ગામો પણ પાણી ભરવામાં આવે તો પક્ષીઓને પાણી માટે એમ ઘટકો ના પડે હાલ 40 44 ડિગ્રી તાપમાન વધી રહ્યું છે જેથી કરી મૂંગા પક્ષીઓ પશુઓ પાણી પી શકે અને પાણીમાં રહી શકે તે પ્રમાણેનું તળાવમાં પાણી ભરવામાં આવી રહેતા માનવતાની મહેક પ્રસરી જવા પામી હતી.
Reporter: News Plus