શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા મહેબુબપુરામાં ભાથુજી મહારાજના મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે મંદિરના ખોદકામની કામગીરી દરમિયાન વર્ષો 30 થી 40 વર્ષ પહેલા જમીનમાં દટાઈ ગયેલું હેન્ડ ગેસ ગ્રેનેડ મળી આવતા પોલીસ સહિતની વિવિધ ટીમો દોડતી થઈ ગઈ હતી.

પરંતુ આ વર્ષો જૂનું હેન્ડ ગેસ ગ્રેનેડ હોય કોઈ ચિંતા જેવી વાત નથી તેઓ અધિકારીએ જણાવ્યું હતું.અગાઉના સમયમાં કોમી રમખાણો થતા હતા અને હુમલાખોરો દ્વારા સામ સામે હુમલા કરવામાં આવતા હોય અને વાતાવરણ તંગ બને ત્યારે તેના પર કંટ્રોલ મેળવવા માટે હેન્ડ ગેસ ગ્રેનેડનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારે વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા મહેબુબપુરામાં ભાથીજી મહારાજના મંદિરનુ નવ નિર્માણ કરવા માટે ત્યાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે મંગળવારના રોજ કામગીરી કરતી વખતે કામદારોને એક શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. જેના પગલે કારીગરો ગભરાઈ ગયા હતા અને મંદિરનું નવ નિર્માણ કરાવી રહેલા લોકોને આ વસ્તુ બાબતે જાણ કરી હતી.

જેની તાત્કાલિક પોલીસીને જાણ કરવામા આવી હતી. જેથી સ્થાનિક પોલીસ સહિત વિવિધ સ્કોડની ટીમોમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારે પોલીસના સ્કોડ દ્વારા આ શંકાસ્પદ વસ્તુને ચેક કરવામાં આવી હતી ત્યારે આ 30 થી 40 વર્ષ પહેલા કોઈ રાયોટિંગ ના ગુનામાં હેંડ ગેસ ગ્રેનેડ નો ઉપયોગ કરવામાં આવ્યો હોય જમીનમાં દટાઈ ગયું હતું. જે કામગીરી દરમિયાન મળી આવ્યું છે તેનાથી કોઈ ચિંતા જેવી વાત નથી તેવું નવાપુરા પીઆઇ એ જણાવ્યું છે.

Reporter:







