વડોદરા: આજવા રોડ વિસ્તારમાંથી પોલીસે પ્રતિબંધિત ઈ સિગારેટ નો 10.42 લાખના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
આજવા રોડની જેની રેસીડેન્સીમાં રહેતો સેફાન બાબા પાસે ઈ સિગારેટનો મોટો જથ્થો હોવાની વિગતોને પગલે એસ ઓ જી ની ટીમે દરોડો પાડ્યો હતો. જે દરમિયાન પોલીસને 10.42 લાખની કિંમતના 487 નંગ બોક્સ મળી આવ્યા હતા. પોલીસે સેફાન ઉર્ફે બાબા ઈકબાલભાઈ મેમણ (મૂળ રહે મેમણ કોલોની ,પાણીગેટ)ની પૂછપરછ કરતા આજ તો પાણીગેટ પોલીસ સ્ટેશન નજીક દૂધવાળા મહોલ્લામાં રહેતા ઈબ્રાહીમ બિલ્લાવાલા પાસેથી લીધો હોવાની વિગતો ખુલી હતી. જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. ઈ સિગારેટનો જથ્થાનું કનેક્શન ચાઇના સાથે ખુલતા પોલીસે તેનું નેટવર્ક શોધવા તજવીજ હાથ ધરી છે.
Reporter: admin







