News Portal...

Breaking News :

લંડનમાં સુપર સ્ટોર ચલાવતા મૂળ પાદરાના વેપારીનો મૃતદેહ પરિવાર ને સોપાયો

2025-06-18 10:20:53
લંડનમાં સુપર સ્ટોર ચલાવતા મૂળ પાદરાના વેપારીનો મૃતદેહ પરિવાર ને સોપાયો


વડોદરા: લંડનમાં સુપર સ્ટોર ચલાવતા વેપારીનો મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યો છે. તેમના પત્ની અને સંતાનો સવારે વડોદરા આવવાના હોઇ વેપારીનો મૃતદેહ સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં  મૂકવામાં આવ્યો છે.



પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર  કેતન શાહ મૂળ પાદરાના હતા. તેઓ લંડનમાં સુપર સ્ટોર ચલાવતા  હતા અને ત્યાં જ સ્થાયી થયા હતા. તેઓને પી.આર. પણ મળી ગયા હતા. તેઓનું બીજું મકાન ગોત્રીની રોશની પાર્ક સોસાયટીમાં છે. બીમાર પિતાની ખબર જોવા આવેલા કેતન શાહ ગુરૂવારે પ્લેન દુર્ઘટનામાં ભોગ બન્યા હતા. ડી.એન.એ. ટેસ્ટના રિપોર્ટ પછી આજે તેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. કેતન શાહના પત્ની અને બે સંતાનો લંડનથી નીકળ્યા છે. તેઓ વડોદરા આવ્યા પછી વડીવાડી ખાતે કેતન શાહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 


તેવી જ રીતે વારસિયા રીંગરોડની પ્રયાગરાજ સોસાયટીમાં રહેતા ચૈત્રેશભાઇ પટેલ તેમની પત્ની નેન્સીબેન અને ત્રણ વર્ષની દીકરી આંશી સાથે લંડનમાં રહેતા હતા. પંદર દિવસ પહેલા જ નેન્સીબેન અને દીકરી આંશી બન્ને વડોદરા આવ્યા હતા. સ્કૂલમાં વેકેશન ચાલતુ હોવાથી અને દાદા-દાદી સાથે ત્રણ વર્ષની આંશીને વધુ એટેચમેન્ટ હાઇ તેને થોડા મહિના વડોદરા ખાતે દાદા-દાદી સાથે રહેવા દેવાનું નક્કી થતા ગુરૃવારની ફ્લાઇટમાં નેન્સીબેન પટેલ એકલા ગયા હતા અને તેઓ દુર્ઘટનાનો ભોગ બન્યાં હતા. તેમના મૃતદેહને આજે પરિવારને સોંપવામાં આવ્યો હતો. તેમના સંબંધીએ જણાવ્યું હતું કે, અમારા પરિવારમાં રાતે અંતિમ ક્રિયા કરતા નહીં હોવાથી નેન્સીબેનનો મૃતદેહ કોલ્ડરૂમમાં મૂકવામાં આવશે અને આવતીકાલે તેઓની અંતિમ વિધિ કરવામાં આવશે.

Reporter: admin

Related Post