અમદાવાદ : વિમાનમાં પાવર જનરેટર માટે આ છેલ્લો વિકલ્પ છે. બે બ્લેડવાળું રેમ એર ટર્બાઇન વિમાનની મધ્યમાં તળિયે લગાવેલું હોય છે.
નિષ્ણાતોનું કહેવુ છેકે, 'વિમાનમાં હાઇડ્રોલિક કે ઇલેક્ટ્રિક સપોર્ટ ન હોય તેવા સમયે પાયલટ રેમ એર ટર્બાઇનને છેલ્લો વિકલ્પ તરીકે પસંદ કરશે. આ રેમ એર ટર્બાઇન વિમાનને આગળની તરફ ધકેલે છે.જોકે, અમદાવાદ એરપોર્ટથી ટેક ઓફ થયા બાદ વિમાન વધુ ઊંચાઈ પર નહોતું. આ કારણોસર પાયલટ પાસે વધુ સમય ન હતો. જો વિમાનની ઊંચાઈ હોત અને કદાચ એન્જિન ફેલ્યોર જેવી પરિસ્થિતિ સર્જાઈ હોત, તો આ રેમ એર ટર્બાઇનની મદદથી ઈમરજન્સી લેન્ડિંગ કરી શકાયું હોત અને મુસાફરોના જીવ બચાવી શકાયા હોત.' વિમાનમાં મુખ્ય અને બેકઅપ સિસ્ટમ નિષ્ફળ જાય ત્યારે રેમ એર ટર્બાઇન ઓટોમેટિક રીતે સક્રિય થાય છે.
વીડિયોમાં રેમ એર ટર્બાઇન જોવા મળી રહ્યું છે તે પરથી એ વાત નક્કી છે કે, વિમાન ગંભીર સ્થિતીમાં હતું અને ઇલેક્ટ્રિકલ નિષ્ફળતા સાથે હાઈડ્રોલિક નુકસાન પણ થયું હશે. હવે તો ફ્લાઈટ ડેટા રેકોર્ડર જ અમદાવાદ વિમાન દુર્ઘટનાનું રહસ્ય ઉજાગર કરશે.એરપોર્ટ નજીક રહેલાં એક વિદ્યાર્થીએ પોતાના મકાનના ધાબા પરથી થોડી સેકન્ડનો વીડિયો બનાવ્યો છે જેમાં વિમાન એકદમ નીચે ઉડી રહ્યું છે અને થોડીક ક્ષણોમાં અગનગોળાની જ્વાળા ઉઠે છે. આ વીડિયોના આધારે નિષ્ણાતોનું કહેવુ છે કે, 'વિમાન તૂટી પડે તે પહેલા પાયલટે કદાચ રેમ એર ટર્બાઈનનો પણ ઉપયોગ કર્યો હતો. જ્યારે વિમાનના બંને એન્જિન ફેઇલ થાય અને વિમાન અચાનક નીચે તરફ આવતુ હોય ત્યારે સુરક્ષિત લેન્ડિંગ કરી શકાય તે માટે રેમ એર ટર્બાઇનનો ઉપયોગ કરવામાં આવે છે.'એર ઈન્ડિયાનું ડ્રીમલાઈનર બોઇંગ અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યાના ગણતરીની સેકન્ડમાં સિવિલના પ્રાંગણમાં ધડાકા સાથે તૂટી પડ્યું હતું. વીડિયો પરથી નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું છે કે, પાયલટે છેલ્લી ઘડીએ રેમ એર ટર્બાઈન (RAT)ની પણ મદદ લીધી હતી તેમ છતાંય વિમાનનો બચાવ થઇ શક્યો નહીં.
Reporter: admin