વડોદરામાં આવેલી એસએસજી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં 6 પૈકી 3 યુનિટ બંધ હાલતમાં જ્યારે 3 યુનિટ ચાલુ હોવાનું સામે આવ્યું છે.
જેને લઇને એક જ બેરેકમાં બે મૃતદેહો સાચવવા માટે મુકવા પડે તેવી સ્થિતીનું સર્જન થયું છે તેમજ બેરક બાહર શવ મૂકવામાં આવતા એસ એસ જી હોસ્પિટલ તંત્ર સામે અનેકો સવાલ ઉભા થયા છે આ અગાઉ પણ કોલ્ડરૂમ ની બેરેક માં 2 શવ મૂકવા માં આવતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સામાન્ય રીતે એક બેરેકમાં એક જ મૃતદેહ રાખવામાં આવતો હોય છે એમ 6 બેરેક પ્રમાણે 36 શવ મૂકવાની ક્ષમતા હોય છે ત્યારે એસએસજી હોસ્પિટલ માં 6 પૈકી 3 યુનિટ ચાલુ હાલતમાં છે જ્યારે અન્ય 3 બંધ હાલતમાં છે ઉલ્લેખનીય છે કે આજરોજ હોસ્પિટલમાં વીજળી ગુલ થઈ હતી અને સ્ટેન્ડ બાયમાં મુકવામાં આવેલ જનરેટર શોભાના ગાંઠીયા સમાન. વ્યવસ્થા હોવા છતાં તેની યોગ્ય જાળવણીમાં એસએસજી હોસ્પિટલનું તંત્ર ઉણું ઉતર્યું હોવાનું આ કિસ્સા પરથી ફલિત થવા પામે છે.
હોસ્પિટલના ઓલ્ડ સ્ટોરેજ રૂમમાં મૃતદેહ માટે જગ્યાના મળતા આખી રાત ઓલ્ડ સ્ટોરેજ રૂમ ના દરેક બહાર મૂકી રાખવામાં આવ્યા હતા જેનો વિડીયો-ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે કાળજાળ ગરમીમાં એસ.એસ.જી હોસ્પિટલમાં વીજળી ગુલ થતા ની સાથે જ સ્ટેન્ડ બાય માં મૂકવામાં આવેલ જનરેટર શોભાના ગાંઠિયા સમાન સાબિત થયું છે તેમજ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી છતી થઈ છે. આ અગાઉ પણ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએસજીમાં કોલ્ડ સ્ટોરેજ રૂમની બેદરકારી સામે આવી હતી ત્યારે હવે જોવાનું રહેશે કેટલી વહેલી તકે તમામ 6 યુનિટ ફરીથી રાબેતા મુજબ ચાલુ થાય છે.
Reporter: News Plus