પાલિકા દ્વારા જર્જરીત આવશોના રીપેરીંગ માટે જાંબુવામાં આવેલ છ બ્લોકના રહીશોને નિર્ભયતા અંગેની નોટિસ આપવામાં આવી છે. જાંબુઆ ખાતે પાલિકા દ્વારા બનાવવામાં આવેલ 31 બ્લોકમાંથી કુલ છ બ્લોકના આવાસો જર્જરિત હાલતમાં છે
જર્જરિત હાલતના આ આવાસના પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપવાની કામગીરીની શરૂઆત પાલિકા દ્વારા કરવામાં આવી છે. આ તમામ આવાસોને રીપેરીંગ કરી લેવા માટે પાલિકા દ્વારા નિર્ભયતાની નોટિસ અપાઈ રહી છે .જે આવાસમાં રીપેરીંગ શક્ય નથી તેવા જર્જરીત મકાનોને તાત્કાલિક ખાલી કરવા અંગે પણ નોટિસ આપવામાં આવી છે. પાલિકા દ્વારા આ જર્જરીત બ્લોકના પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે.
થોડા દિવસો પહેલા તરસાલી દિવાળીપુરાના આવાસના કનેક્શનમાં કાપ્યા બાદ હોબાળો મચ્યો હતો અને તેને લઈને માંજલપુરના ધારાસભ્ય અને પૂર્વ મેયર પણ તંત્રની સામે મેદાને પડ્યા હતા અને કનેક્શન અને ફરી જોડાવ્યા હતા . હવે જ્યારે જાંબુઆ આવાસમાં છ બ્લોક જર્જરિત થવાને કારણે નોટિસ આપવાની તજવી શરૂ કરાવી છે ત્યારે આગળ શું થશે તેના પર સૌની નજર મંડાઇ છે અહીં ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા શહેરની જર્જરી ઇમારતોના માલિકોને નિર્ભયતા અંગેની નોટિસ આપવાની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે જેનાથી મોટા અકસ્માતને બચાવી શકાય તેમ છે.
Reporter: admin