સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર વડોદરા પોતાની આગવી પરંપરા અને સેવાકીય ભાવના સાથે દર વર્ષે પ્રમુખ ડો. વિજયભાઈ શાહના નેજા હેઠળ પુષ્ટિમાર્ગના પ્રણેતા આચાર્ય જગત્ ગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવના ઉપલક્ષયમાં રક્તદાન શિબિરનો વિશેષ કાર્યક્રમ આયોજિત કરે છે.

ઉનાળાની કાળજળ ગરમીમાં વૈષ્ણવોએ સામાજિક સેવાનો અભિગમ અપનાવી લોક કલ્યાણ કાર્ય કરવાના સંકલ્પ સાથે આ વર્ષે રવિવાર ના રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સલાટવાડા વડોદરા ખાતે શ્રી મહાપ્રભુજીના 548 માં પ્રાગટ્ય દિન નિમિત્તે સવારે આઠ કલાકથી રક્તદાન શિબિરનો કાર્યક્રમ પ્રારંભ કરવામાં આવ્યો.ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજના કર કમલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ ડો. વિજયભાઈ શાહ સાથે ગુજરાત વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લ, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, ભાજપ શહેર પ્રમુખ ડો. જયપ્રકાશ સોની, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ મિતેશભાઈ શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ નિષેધભાઈ દેસાઈ, કોર્પોરેટરઓ અને સમગ્ર એસ.વી.વી.પીની કમિટી, વિવિધ ઘટકોના પ્રમુખઓ અને તેમની સમગ્ર ટીમ, જ્ઞાતિઓના આગેવાનો વગેરેની ઉપસ્થિત રહ્યા હતા.SVVP દ્વારા સતત સાતમાં વર્ષના આયોજિત આ રક્તદાન શિબિરમાં પાંચથી છ કલાક દરમ્યાન 500થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યુ જેમાં ઇન્દુ બ્લડ બેન્કના ધૃતિબેન શાહ અને તેમના કર્મચારી ટીમનો પોતાનો ખૂબ મોટો અમૂલ્ય સહયોગ પ્રદાન કરી કાર્યક્રમને સફળતાના શિખરે પહોંચાડ્યો. એમનો તથા સમગ્ર રક્તદાતાઓનો ઋણ સ્વીકારી સંસ્થા આભાર માને છે.

Reporter: admin







