વડોદરા: બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ બ્રાહ્મણ બહેનોનું એક સંગઠન વડોદરામાં કાર્યરત છે. આ સંગઠનમાં પ્રમુખ તરીકે મીનાબેન શૈલેષભાઇ મહેતાની આગેવાનીમાં ત્રણસો જેટલા બ્રાહ્મણ બહેનો જોડાયેલા છે.
બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ સંચાલિત શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના બહેનો દ્વારા દરવર્ષે 15મી ઓગસ્ટ અગાઉ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ શનિવારે શહેરના વાઘોડિયારોડ, ડી માર્ટ નજીક બરોડા પબ્લિક સ્કૂલ કેમ્પસમાં જલારામ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મીના મહેતા, દર્ભાવતીના ધારાસભ્ય, બ્રહ્મ અગ્રણી શૈલેષ મહેતા,વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન વડોદરા શહેર પ્રમુખ માલવ ઉપાધ્યાય, સહિતના આગેવાનો સભ્યો તથા બરોડા પબ્લિક સ્કૂલના આચાર્ય, શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.
Reporter: admin