News Portal...

Breaking News :

નાણાકીય છેતરપિંડીમાં સંડોવણી અથવા નકલી દસ્તાવેજો વાળા ૧.૫૮ લાખ યુનિક મોબાઈલ ડિવાઈસ બ્લોક કરી દીધા

2024-05-11 09:41:32
નાણાકીય છેતરપિંડીમાં સંડોવણી અથવા નકલી દસ્તાવેજો વાળા ૧.૫૮ લાખ યુનિક મોબાઈલ ડિવાઈસ બ્લોક કરી દીધા




*૩૦ એપ્રિલ સુધીમાં ટેલિકોમ વિભાગે ૧.૬૬ કરોડ મોબાઈલ કનેક્શન ડિસકનેક્ટ કરી નાંખ્યા*


નવી દિલ્હી : ટેલિકોમ વિભાગે ટેલિકોમ છેતરપિંડી સંબંધિત ફરિયાદો સાંભળવા માટે બે મહિના પહેલા ચક્ષુ પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ પોર્ટલ લોન્ચ કર્યા બાદથી વિભાગે સમગ્ર દેશમાં નાણાકીય છેતરપિંડીના ઈરાદાથી એસએમએસ મોકલનારા બાવન એકમોને બ્લેકલિસ્ટ કરી દીધા હતા, ૩૪૮ મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરી દીધા હતા અને ૧૦,૮૩૪ શકમંદ મોબાઈલ નંબર્સની પુનઃ તપાસના નિર્દેશ આપ્યા હતા.




ઉપરાંત ટેલિકોમ વિભાગે સાયબર ગુના અને નાણાકીય છેતરપિંડીમાં સંડોવણી અથવા મોબાઈલ કનેક્શન લેવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવાના કારણે ૧.૫૮ લાખ યુનિક મોબાઈલ ડિવાઈસ આઈડેન્ટિફિકેશન નંબર આઈએમઈઆઈ બ્લોક કરી દીધા છે. આ વર્ષે ૩૦ એપ્રિલ સુધીમાં ટેલિકોમ વિભાગે ૧.૬૬ કરોડ મોબાઈલ કનેક્શન ડિસકનેક્ટ કરી નાંખ્યા છે, જેમાંથી ૩૦.૧૪ લાખ કનેક્શન યુઝર્સના ફીડબેકના આધારે ડિસકનેક્ટ કરાયા છે તથા નવા સીમ કાર્ડ ખરીદવાની વ્યક્તિગત મર્યાદા વધી જવાના કારણે ૫૩.૭૮ લાખ કનેક્શન ડિસકનેક્ટ કરાયા છે.






સરકારનું કહેવું છે કે આ પગલું લોકોની સુરક્ષા અને ડિજિટલ દુનિયાને સુરક્ષિત બનાવવા માટે ઉઠાવવામાં આવી રહ્યું છે. ટેલિકોમ વિભાગે આ પહેલા પણ મંગળવારે આવો જ એક ફોન નંબર બંધ કરી દીધો હતો, જેનો ઉપયોગ નાણાકીય કૌભાંડમાં કરવામાં આવી રહ્યો હતો. સાથે જ આ નંબર સાથે સંકળાયેલા ૨૦ મોબાઈલ ફોન પણ બ્લોક કરી દેવાયા હતા.

Reporter: News Plus

Related Post