News Portal...

Breaking News :

ધો.10નું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક 82.56 ટકા રિઝલ્ટ આવ્યું

2024-05-11 08:58:41
ધો.10નું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક 82.56 ટકા રિઝલ્ટ આવ્યું



વડોદરા :ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે 11 મે, 2024ને શનિવારે જાહેર કરવામાં આવ્યું છે.

  ધો.10નું છેલ્લા પાંચ વર્ષમાં રેકોર્ડબ્રેક 82.56 ટકા રિઝલ્ટ આવ્યું છે. જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94 ટકા પરિણામ વધ્યું છે. 1389 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર,264 શાળાનું 30 ટકા, 70 શાળાનું શૂન્ય પરિણામ,23247 વિદ્યાર્થીઓએ A1, 78893 વિદ્યાર્થીને A2 ગ્રેડ,21,869 વિદ્યાર્થીઓ એક વિષયમાં નાપાસ જાહેર થયું છે.



વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ​પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર ભરીને મેળવી શકશે.રાજ્યમાં ધો. 10ની 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.છેલ્લા પાંચ વર્ષમાં ધો.10ના પરિણામની વાત કરીએ તો,વર્ષ 2019માં 70.24 ટકા,વર્ષ 2020માં 66.07 ટકા,વર્ષ 2021માં માસ પ્રમોશન,વર્ષ 2022માં 63.98 ટકા,વર્ષ 2023માં 64.22 ટકા પરિણામ આવ્યું છે.


...

Reporter: News Plus

Related Post