અચ્છે દિન એટલે કે સારા દિવસો આવ્યા જરૂર છે.પરંતુ એ સારા દિવસો હરણી લેક ઝોન બોટ કાંડના ૧૪ મૃતકોના પરિવારો માટે નહિ પરંતુ આશ્ચર્યજનક રીતે આરોપીઓ અને તેમના પરિવારો માટે આવ્યા છે.બોટકાંડના મોટાભાગના આરોપીઓ ધડાધડ જામીન પર છૂટી રહ્યાં છે.એક પછી એક આરોપી જેમ જેમ જામીન પર જેલ મુક્ત થતાં જાય છે તેમ તેમ મૃતકોના કુટુંબીજનો નો ન્યાય મળવાનો વિશ્વાસ ક્ષીણ થતો જાય છે. સ્પેશીયલ ઈન્વેસ્ટિગેટીંગ ટીમ (SIT) થી લઈને તમામ તપાસ સંસ્થાઓ લાગે છે કે મોઢું વકાસીને જોઈ રહી છે, કે કચાશ ક્યાં રહી ગઈ.જો કે અદાલતનો આદેશ સર્વોપરી ગણાય એટલે એમાં મીનમેખ ના કાઢી શકાય.
પરંતુ ન્યાય પદ્ધતિ પુરાવાઓ આધારિત હોય છે ત્યારે ફરિયાદી પક્ષ નક્કર અને મજબૂત પુરાવા કે તારણો કોર્ટ સમક્ષ મૂકી શક્યો નથી, એટલે ના છૂટકે અદાલતે જામીન મંજૂર કરવા પડ્યા છે એવું ચિત્ર ઉપસી રહ્યું છે.
તા.૧૮ મી જાન્યુઆરીએ વડોદરાના ઇતિહાસની આ કાળી અને કરુણ દુર્ઘટના ઘટી.હૃદય દ્રાવક દૃશ્યો સર્જાયા અને તળાવ કાંઠે આંસુઓનો જાણે કે મહાસાગર છલકાયો.
રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી અને ગૃહ મંત્રીશ્રી પીડિત પરિવારોના આંસુ લુછવા વડોદરા દોડી આવ્યા. ગૃહ મંત્રી શ્રી એ દોષિતોને છોડવામાં નહિ આવેનો હુંકાર કર્યો.
કલેકટરશ્રીને,મ્યુ.અધિકારીને તપાસ સોંપાઈ.નિયમિત પોલીસ તપાસ હાથ ધરવામાં આવી.ખાસ સરકારી વકીલ નીમવામાં આવ્યા.SIT ની રચના કરવામાં આવી અને તેના દ્વારા તપાસ શરૂ થઈ.
તેમ છતાં, જેલવાસને હજુ ૩-૪ મહિના પૂરા થાય તે પહેલાં મોટાભાગના આરોપીઓને જામીન મળી ગયા છે.
એ વાત અલગ છે કે કેટલાક મહિલા આરોપીઓ ધંધાકીય ભાગીદાર હોવાના આડકતરા કારણે સકંજામાં આવ્યા અને તેઓને જામીન મળી જાય એ માની શકાય.
પરંતુ જેઓ મુખ્ય આરોપીઓ માં સમાવિષ્ટ છે તેમનો પણ સહેલાઇથી જામીન પર છુટકારો થઈ જાય એ આશ્ચર્યજનક છે.
અત્યારે તો એવું લાગે છે કે આખા કેસમાં કદાચ બે કે ત્રણ લોકોને સજા થશે અને બીજા આરોપીઓ કદાચ નિર્દોષ છૂટી જશે અથવા હળવી કે નજીવી સજા પામશે.જામીન મેળવવામાં આરોપીઓની સફળતાથી અનેક પ્રશ્નાર્થો સર્જાયા છે. ટ્રાયલ હજી બાકી છે,વર્ષો નીકળી જશે.હવે જોઈએ આગળ શું થાય છે.વડોદરામાં બનેલી આવી દુર્ઘટનાઓમાં શું થયું, એ સૌ જાણે જ છે.
ગુજરાત હાઇકોર્ટમાં પીઆઈએલ પેન્ડીંગ છે.
બીજી બાજુ ગુજરાત હાઇકોર્ટમાં પીઆઈએલ પેન્ડીંગ છે. નામદાર ચીફ જસ્ટીસે ચોંકાવનારા વચગાળાનાં હુકમો કર્યા છે. વધારાની તપાસ તેમના ડાયરેક્શન મુજબ શરૂ થઈ ચૂકી છે. શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિનીકુમારને તપાસના આદેશ અપાયા છે. તેમની ટીમ અલાયદી તપાસ કરી 2015-20 16 થી જાન્યુ.2024 સુધી હોનારતમાં જવાબદાર અધિકારીઓની વિરુદ્ધમાં તપાસ કરવાના આદેશ અપાયા છે.બે મહિનામાં તપાસ પુરી કરવાની છે.PIL પેન્ડીંગ હોવા છતા જમીનનાં નિર્ણય લેવાઈ ચુક્યા છે.
હોડી કાંડ ની અંદર જે આરોપીઓને જામીન મળ્યા છે તેમાં સરકારી વકીલ સાથે ચર્ચા કર્યા બાદ જામીન રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
યુવરાજસિંહ જાડેજા, ડીસીપી ક્રાઈમ, વડોદરા.
:હરણી બોટ કાંડ માં આરોપીઓને છોડાવનારા,મદદ કરનાર અને વચે ટિયાઓ મળી ગયા.
તંત્રની નિષ્કાળજીમાં પાપે હરણી બોટકાંડમાં ૧૪ લોકો મોતને ભેટ્યા હતા. આ દુર્ઘટનામાં ચાર આરોપીઓના નામદાર કોર્ટે જામીન મંજૂરકર્યાહતા.
અદાલતે રજુ થયેલા પુરાવા અને દલીલો સાંભળી જામીન નો ચુકાદો આપ્યો છે. ત્યારે આવી જ રીતે આરોપીઓ જામીન મુક્ત થશે તો, આવનારા દિવસો માં ફરિયાદી ફરિયાદ કરતા દસ વખત વિચાર કરશે. ન્યાય માટે લાંબી લડાઈ કરવી પડશે.
હરણી બોટ કાંડ માં આરોપીઓને છોડાવનાર,મદદ કરનાર અને વચે ટિયાઓ મળી ગયા, અને આરોપીયો બહાર આવી ગયા છે .
જયારે કુલ ૨૦ પૈકી ૧૫ આરોપીઓઓ જામીન પર છૂટ્યા છે હતભાગી મૃતકોના પરિવારને ન્યાય મળશે ખરો??આરોપીના વકીલના જણાવ્યું અનુસાર બે દિવસ અગાઉ હાઇકોર્ટએ ચાર આરોપીઓને જામીન આપ્યા છે. આજે અત્રેની કોર્ટ માંથી અન્ય ૧૧ ને જામીન મળી ગયા છે તેમજ જે લોકો બોટનું સંચાલન કરતા હતા તેઓ ને જામીન મળ્યા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે,ગુજરાતના વડોદરા શહેરની હદમાં આવેલા તળાવમાં ગુરુવારે એક હોડી પલટી જવાથી 14 વ્યક્તિઓ - 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો --ના મૃત્યુ થતાં એક શાળાની પિકનિક દુ:ખદ બની હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બે ડઝન વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો એક હોડી પર હતા. બપોરના સમયે જ્યારે દુર્ઘટના સર્જાઈ ત્યારે પિકનિક અને બોટ રાઈડ લઈ રહ્યા હતા,
અકસ્માત બાદ, વડા પ્રધાન કાર્યાલયે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાને કારણે થયેલા જીવ ગુમાવવાથી દુઃખી ₹2 લાખની સહાયની જાહેરાત કરી હતી.
Reporter: News Plus