મુંબઈ : શેરબજારમાં અદાણી અને અંબાણી સહિત PSU શૅર માં આજે બ્લેક ફ્રાઈડેનો માહોલ રહ્યો હતો. યર એન્ડિંગ વેકેશનનો માહોલ શરૂ થવાની સાથે FIIની ગેર હાજરીના પગલે ભારતીય શેરબજારમાંથી રોકાણકારોએ આ અઠવાડિયામાં રૂ. 20 લાખ કરોડ ગુમાવ્યા છે.
Sensex માં ૧૧૭૫ પોઈંટ કડાકો અને nifty માં ૩૬૫ ધોવાયા હતા.બેન્ક નિફ્ટી પણ ૮૧૬ અને નિફ્ટી મીડકેપ ભાવાંક ૧૬૫૦ તૂટ્યો હતો.સાપ્તાહિક ધોરણે સળંગ ચાર દિવસ સુધી શેરબજારમાં ભારે ઉથલ-પાથલની સાથે સેન્સેક્સ 4091.53 પોઈન્ટ અને તેની ઓલટાઈમ હાઈ સપાટી સામે 10 ટકાથી વધુ તૂટ્યો છે. આજે સેન્સેક્સ વધુ 1176.46 પોઈન્ટ તૂટી 78041 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 364.20 પોઈન્ટ ગગડી 23587.50 પર બંધ રહ્યો હતો. માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી હતી.
બીએસઈ ખાતે ટ્રેડેડ 4085 શેર્સ પૈકી 1058 શેર્સમાં સુધારો અને 2935 શેર્સમાં ઘટાડો નોંધાયો હતો. 286 શેર્સમાં લોઅર સર્કિટ વાગી હતી. 274 શેર્સમાં અપર સર્કિટ અને 229 શેર્સ વર્ષની ટોચે પહોંચ્યા હતા.પીએસયુ શેર્સમાં રોકાણકારોને ભારે નુકસાન થયું છે. કેટલીક સરકારી કંપનીઓના શેર્સ આ સપ્તાહમાં 12 ટકાથી વધુ તૂટ્યા છે. આજે બીએસઈ પીએસયુ ઈન્ડેક્સ ખાતે ટ્રેડેડ 59 શેર્સ પૈકી 53માં ઘટાડો નોંધાયો હતો. મઝાગોન ડોક 6.22 ટકા, આરસીએફ 5.80 ટકા, પીએફસી 5.54 ટકા સુધી તૂટ્યો હતો.
Reporter: admin