News Portal...

Breaking News :

ભાજપનો થ્રી-લાઇન વ્હિપ : સાંસદોની હાજરી અનિવાર્ય: 16થી 18 એપ્રિલ સુધી ગૃહમાં ફરજિયાત હાજર રહેવા આદેશ

2026-04-12 14:23:40
ભાજપનો થ્રી-લાઇન વ્હિપ : સાંસદોની હાજરી અનિવાર્ય: 16થી 18 એપ્રિલ સુધી ગૃહમાં ફરજિયાત હાજર રહેવા આદેશ



ભારતીય જનતા પાર્ટી (BJP)એ આગામી ખાસ સંસદ સત્રને ધ્યાનમાં રાખીને પોતાના તમામ સાંસદો માટે કડક સૂચનાઓ જાહેર કરી છે. 

પાર્ટીએ લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો માટે 'થ્રી-લાઇન વ્હિપ' જાહેર કરીને 16થી 18 એપ્રિલ સુધી ગૃહમાં ફરજિયાત હાજર રહેવા આદેશ આપ્યો છે. ભાજપ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન કોઈ પણ સાંસદ કે કેન્દ્રીય મંત્રીને રજા આપવામાં આવશે નહીં અને દરેક સભ્યએ સંસદની કાર્યવાહીમાં સક્રિયપણે ભાગ લેવો પડશે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ખાસ સત્ર ઐતિહાસિક 'મહિલા અનામત સુધારા બિલ' પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવ્યું છે, જે સરકાર માટે ખૂબ જ મહત્ત્વનું છે.ભાજપ દ્વારા જાહેર કરાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગુરુવારથી શનિવાર સુધી તમામ સભ્યોની હાજરી અનિવાર્ય છે અને વ્હિપનું કડક પાલન કરવું પડશે. આ ખાસ સત્રને કારણે દેશમાં રાજકીય ગરમાવો પણ તેજ થયો છે. બીજી તરફ, વિરોધ પક્ષોએ સરકાર પાસે માંગ કરી છે કે આ મુદ્દે પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે અને સીમાંકન (Delimitation) જેવા પાસાઓ પર સ્પષ્ટતા કરવામાં આવે.

Reporter: admin

Related Post