વડોદરા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના ઉમેદવારોની ચૂંટણીલક્ષી મીટીંગ નું આયોજન જિલ્લા પ્રભારી ડોક્ટર ઋત્વિક ભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ જિલ્લા પ્રમુખ ની અધ્યક્ષતામાં આજરોજ વંદે કમલમ ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું .

જેમાં પાદરા ના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, વાઘોડિયા ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતા સંગઠન ના પદાધિકારીઓ, મહામંત્રી ઓ જિલ્લા પંચાયત નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચૈતન્ય સિંહ ઝાલા દ્વારા પોતાના વક્તવ્યમાં ઉમેદવારોમાં જોમ અને જુસ્સા સાથે પ્રાણ ફૂંક્યો હતો.

જિલ્લા અધ્યક્ષ ડોક્ટર ડીજે બ્રહ્મભટ્ટ સાહેબ દ્વારા કાર્યકરોને ચૂંટણી ની માહિતી અંગે માહિતગાર કર્યા હતા ડોક્ટર ઋત્વિક પટેલ દ્વારા ઉમેદવારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપી તમામ સીટો જીતી લાવી ભગવો લહેરાશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પ્રભારીશ્રી દ્વારા તમામ સીટો પર જીત માટે એડીચોટીનું જોર લગાવવા આહવાન કર્યું હતું.






Reporter: admin







