News Portal...

Breaking News :

ભાજપનો ચૂંટણી ઢંઢેરો: મહિલાઓ માટે માસિક રૂ.૨,૫૦૦ની સન્માન રકમ આપવાની જાહેરાત

2025-01-18 10:42:26
ભાજપનો ચૂંટણી ઢંઢેરો: મહિલાઓ માટે માસિક રૂ.૨,૫૦૦ની સન્માન રકમ આપવાની જાહેરાત



દિલ્હી:  વિધાનસભા ચૂંટણી જીતવા માટે બધા જ રાજકીય પક્ષોએ મહિલાઓ પર ફોકસ વધાર્યું છે. દિલ્હીની મહિલાઓને રિઝવવા માટે આપ, ભાજપ અને કોંગ્રેસે તેમની બધી જ તાકત લગાવી દીધી છે. 


ત્રણેય મોટા પક્ષોએ મહિલાઓ માટે એકથી ચઢિયાતી એક યોજનાઓ રજૂ કરી છે.ભાજપે શુક્રવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા મહિલાઓ માટે માસિક રૂ. ૨,૫૦૦ની સન્માન રકમ આપવાની જાહેરાત કરી છે. આ સાથે ભાજપે વિધાનસભા ચૂંટણી જીતે તો એલપીજી સિલિન્ડરમાં રૂ. ૫૦૦ની માફી, વિધવા, નિરાધાર મહિલાઓને પેન્શનની રકમ રૂ. ૨,૫૦૦થી વધારીને રૂ. ૩,૦૦૦ કરવાનું વચન આપ્યું છે. આ સિવાય ૬૦ વર્ષથી વધુ વયના બધા જ વૃદ્ધોને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર અપાશે. 


માતૃ સુરક્ષા વંદનાને વધુ શક્તિશાળી બનાવવા માટે ૬ પોષણ કીટ અપાશે અને પ્રત્યેક ગર્ભવતી મહિલાને રૂ. ૨૧,૦૦૦ આપવાની જાહેરાત કરી છે.ભાજપ પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાએ સંકલ્પ પત્ર જાહેર કરતા કહ્યું કે, રાજ્ય કેબિનેટની પહેલી જ બેઠકમાં મહિલા સમૃદ્ધિ યોજના પાસ કરાશે. આ સાથે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી છે કે કેજરીવાલ સરકારની વર્તમાન સ્કીમો પણ બંધ નહીં કરવામાં આવે. નડ્ડાએ કહ્યું ગરીબ પરિવારોને એલપીજી સિલિન્ડરમાં રૂ. ૫૦૦ની સબસિડી સાથે હોળી અને દિવાળી સમયે વર્ષમાં બે મફત સિલિન્ડર પણ અપાશે. આ સિવાય ભાજપની સરકાર બનતા કેન્દ્રની આયુષ્યમાન યોજના પણ લાગુ કરાશે. તેમણે ઉમેર્યું કે, ઝુંપડપટ્ટીમાં રૂ. ૫માં ભરપેટ ભોજન આપવા માટે અટલ કેન્ટિન યોજના લોન્ચ કરાશે.

Reporter: admin

Related Post