News Portal...

Breaking News :

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચે કરી કાર્તિક પટેલની ધરપકડ

2025-01-18 10:36:59
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચે કરી કાર્તિક પટેલની ધરપકડ


અમદાવાદ : અહીંના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચે કાર્તિક પટેલની ધરપકડ કરી લીધી છે. આરોપી કાર્તિક પટેલ છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો. 


ખ્યાતિ હોસ્પિટલ કાંડ ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. એટલું જ નહીં પરંતુ આમાં સંડોવાયેલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. કાર્તિક પટેલ દુબઈથી અમદાવાદ આવી રહ્યો હતો. ત્યારે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલનો માલિક છે. કાર્તિક પટેલ હેલ્થ,એજ્યુકેશન, રિઅલ એસ્ટેટ, હોસ્પિટિલિટી, એન્ટરટેઇનમેન્ટ સહિતના અનેક વ્યવસાય સાથે સંકળાયેલો છે. ખ્યાતિકાંડ બાદથી તે ફરાર હતો. તે પહલેા ઑસ્ટ્રેલિયા હતો પછી દુબઇ આવી ગયો હતો.કાર્તિક પરિવાર સાથે વિદેશમાં વેકેશન માણવાનો શોખીન છે. પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. 


આ ઉપરાંત તેની સામે લૂકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. હવે કાર્તિક પટેલની ધરપકડ બાદ પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચે કાર્તિક પટેલની ધરપકડ કરી લીધી છે. આરોપી કાર્તિક પટેલ છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો, જો કે, અંતે તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.ખ્યાતિ હોસ્પિટલમાં અનેક નિર્દોષ લોકોના મોત થયાં હતાં. જેને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખ્યાતિ ગ્રૃપના ડાયરેક્ટર અને ચેરમેન સામે તપાસ કરી રહીં હતી, જેમાં કાર્તિક પટેલ છેલ્લા ઘણાં સમયથી એક દેશમાંથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો. કાર્તિક પટેલે અનેક વખત અરજીઓ કરીને જામીન માટે પ્રયત્નો કર્યાં હતાં પરંતુ કોર્ટ દ્વારા જામીન આપ્યા નથી.

Reporter: admin

Related Post