News Portal...

Breaking News :

50 લોકોની બારોબાર કાર વેચી દેનાર BJPનેતાના પુત્રની અટકાયત

2024-07-28 11:40:25
50 લોકોની બારોબાર કાર વેચી દેનાર BJPનેતાના પુત્રની અટકાયત


અમદાવાદ : ભાજપના નેતાઓ અને તેમના સાગરીતો દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિના બનાવો હવે પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે.ઓબીસી નેતા  કનુ મિસ્ત્રીના પુત્ર પ્રિન્સ સામે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધ્યો છે. 


ભાડે કાર ફેરવતા 50 લોકોથી વધુને ચૂનો લગાવી બારોબાર કાર વેચી દેનાર BJP નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીને અટકમાં લઈ તેની પૂછપરછ આરંભી છે. ગણતરીના કલાકોમાં BJP નેતાના પુત્રની ધરપકડના એંધાણ છે. એક સાથે 50થી વધુ કાર બારોબાર વેચી દેવાના આ મામલામાં ક્રાઈમ બ્રાંચ આગામી સમયમાં મોટા ખૂલાસા કરે તેવી સંભાવનાઓ નકારી શકાય તેમ નથી. અમદાવાદ BJP ના બક્ષીપંચ મોરચાના નેતા કનુ મિસ્ત્રીના પુત્ર પ્રિન્સ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં અમદાવાદના જુદાજુદા લોકો પાસેથી ભાડે મેળવેલી 45 કાર બારોબાર ગીરવે મુકી દેવાનો આરોપ છે. જેમાં મોટા ભાગના ભોગ બનનાર અમદાવાદ અસારવા સિવિલ હૉસ્પિટલ (Civil Hospital) ખાતે શબવાહિની તેમજ એમ્બુલન્સ ભાડે ફેરવે છે. 


થોડાંક મહિનાઓ અગાઉ પ્રિન્સ મિસ્ત્રીએ કાર ભાડે આપવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું કહીને 50થી વધુ લોકો પાસેથી જુદા-જુદા પ્રકારની કાર ભાડે ફેરવવા માટે લીધી હતી. ફરિયાદી કાજલભાઇ જાદવે 33 હજાર રૂપિયાના માસિક ભાડે તેમની કાર પ્રિન્સને આપી હતી. કાર ભાડે આપવા પેટે પ્રિન્સ મિસ્ત્રીએ 50 હજાર રૂપિયાની ડિપોઝીટ પણ લીધી હતી. આવી જ રીતે જુદાજુદા લોકો પાસેથી 50-50 હજાર રૂપિયા ડિપોઝીટ પેટે મેળવી તેમના વાહનો પણ મેળવી લીધા હતા. ત્રણ-ચાર મહિના સુધી 30 હજારથી 25 હજાર રૂપિયા ભાડું ચૂકવ્યા બાદ પ્રિન્સે રકમ આપવાની બંધ કરી દીધી હતી. કાર માલિકોએ પોતાની કાર પરત માગી તો એક મહિના માટે વાહનો દિલ્હી મોકલી આપ્યા હોવાનું બહાનું કાઢ્યું હતું. ત્યારબાદ પ્રિન્સ મિસ્ત્રીએ મોબાઈલ ફોન સ્વીચ ઑફ કરી દીધો હતો.

Reporter: admin

Related Post