News Portal...

Breaking News :

પેટ્રોલ અને ડીઝલની કિંમતોનો વિરોધ કરી રહેલા ભાજપ નેતાનું મોત

2024-06-19 09:52:52
પેટ્રોલ અને ડીઝલની કિંમતોનો વિરોધ કરી રહેલા ભાજપ નેતાનું મોત


કર્ણાટકમાં અહીં વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના એક નેતાનું મૃત્યુ થયું છે. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું માનવામાં આવી રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાનો વિરોધ કરી રહેલા ભાજપ નેતા અને પૂર્વ MLC એમબી ભાનુપ્રકાશનું 17 જૂને નિધન થયું હતું.


ભાનુપ્રકાશનું શિવમોગામાં ભાજપ દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.આ પહેલા ભાનુપ્રકાશ પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને જિલ્લા અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. ભાનુપ્રકાશે શિવમોગામાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું અને કાર્યકરોને સંબોધિત કર્યા. આ ઘટના વિશે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે, “તેમને કારમાં બેસતી વખતે હાર્ટ એટેક આવ્યો અને તે બેભાન થઈ ગયા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ તેમને બચાવી શકાયા ન હતા.


કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર સેલ્સ ટેક્સ વધારીને અનુક્રમે 29.84 ટકા અને 18.44 ટકા કર્યા બાદ આ વિરોધ થઈ રહ્યો હતો. આ વધારા બાદ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 3 રૂપિયા અને 3.05 રૂપિયાનો વધારો થયો છે. આ કિંમતો 15 જૂનથી તાત્કાલિક અસરથી અમલમાં આવી છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટક લોકસભા ચૂંટણી બાદ ઈંધણના ભાવમાં સુધારો કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે.

Reporter: News Plus

Related Post