News Portal...

Breaking News :

વોર્ડ નં. 7માં ભાજપના ઉમેદવારોનો ફિયાસ્કો: જનતાએ પ્રચાર અટકાવી ભગાડ્યા

2026-04-14 13:53:54
વોર્ડ નં. 7માં ભાજપના ઉમેદવારોનો ફિયાસ્કો: જનતાએ પ્રચાર અટકાવી ભગાડ્યા


વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં સત્તાધારી પક્ષ ભાજપ માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે. 


શહેરના વોર્ડ નંબર 7 માં આજે પ્રચાર અર્થે નીકળેલા ભાજપના ઉમેદવારોને જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક રહીશોએ ઉમેદવારોનો ઉગ્ર વિરોધ કરી તેમને વિસ્તાર છોડી દેવા મજબૂર કર્યા હોવાના અહેવાલ સાંપડ્યા છે. પ્રજાનો સીધો સવાલ જ્યારે ઉમેદવારો મત માંગવા સોસાયટીઓમાં પહોંચ્યા, 


ત્યારે લોકોએ "પાંચ વર્ષ ક્યાં હતા?" અને "ગંદા પાણી અને બિસ્માર રસ્તાનું શું?" જેવા વેધક સવાલો પૂછી ઉમેદવારોને ભીંસમાં લીધા હતા. વોર્ડ નં. 7 માં લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિકાલ ન આવતા લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે માત્ર ચૂંટણી સમયે જ નેતાઓ દેખાય છે

Reporter: admin

Related Post