નવીદિલ્હી: હાલમાં જ ઓડિશામાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ છે અને ભાજપે રાજ્યમાં BJDના ગઢને ભેદ્યો છે. ત્યારથી ભાજપે અહીં રાજકીય સમીકરણો મજબુત કરવાનું શરૂ કરી દીધું છે.
મમતા મોહંતાએ બુધવારે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે તેમનું રાજીનામું મંજૂર કરી દીધું હતું. હવે આજે તે ભાજપમાં જોડાય ગયા છે.બીજુ જનતા દળના (BJD) પૂર્વ રાજ્યસભા સાંસદ મમતા મોહંતા 1 ઓગષ્ટ ગુરુવારે બીજેપીમાં જોડાયા. મોહંતાએ પોતાની પાર્ટી બીજેડીમાંથી પણ રાજીનામું આપી દીધું હતું.
મમતા મોહંતા વર્ષ 2020માં રાજ્યસભાના સાંસદ બન્યા હતા અને તેમનો કાર્યકાળ 2026માં પૂરો થવાનો હતો.જો કે હવે મમતા મોહંતાના રાજીનામાથી ખાલી પડેલી બેઠક પર ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે એટલે વિધાનસભામાં સભ્યોની સંખ્યાના ગણિત મુજબ આ બેઠક ભાજપના પક્ષમાં જશે.ઓડિશામાં રાજ્યસભાની 10 બેઠકો છે અને અહીં ભાજપ સત્તામાં છે, પરંતુ તેના માત્ર એક રાજ્યસભા સાંસદ છે.
Reporter: admin