નવીદિલ્હી: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા ડેરિવેટિવ્ઝ ફ્રેમવર્ક માટે ઈન્ડેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટના કદમાં સૂચિત વધારો કરવાનો નિયમનકારે પ્રસ્તાવ મૂક્યો છે.
ઉત્પત્તિ સમયે ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટનું ન્યૂનતમ મૂલ્ય રૂ. ૧૫ લાખથી રૂ. ૨૦ લાખની વચ્ચે હોવું જોઈએ. સેબીએ કન્સલ્ટેશન પેપરમાં કહ્યું છે કે, ૬ મહિના પછી તેને વધારીને ૨૦ લાખથી ૩૦ લાખ રૂપિયાની વચ્ચે કરી દેવો જોઈએ. હાલમાં, ડેરિવેટિવ કોન્ટ્રેક્ટનું ન્યૂનતમ મૂલ્ય આશરે રૂ. ૫ લાખ છે. મોટા કોન્ટ્રાક્ટ સાઈઝનો હેતુ નાના રોકાણકારો માટે પ્રવેશ અવરોધ વધશે.ફ્યુચર્સ સેગમેન્ટ માટે એન્ટ્રી બેરીયર ઓપ્શન્સ કરતા પહેલાથી જ વધારે છે. રૂ.૫૦૦થી ઓછી કિંમતમાં ઓપ્શનમાં વેપાર કરી શકાય છે. આ કારણે, ઓપ્શન સેગમેન્ટની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે.હાલમાં, કુલ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગમાં ઇન્ડેક્સ ઓપ્શન્સનો હિસ્સો ૨૯ ટકા છે.
નાણાકીય વર્ષ ૨૦૨૦માં આ ભાગીદારી ૫ ટકાથી નોંધપાત્ર રીતે વધી છે. દરમિયાન, ઇન્ડેક્સ ફ્યુચર્સની ભાગીદારી હવે માત્ર ૧૫ ટકા છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૦માં ૨૯ ટકા હતી.સેબીની દરખાસ્ત સરકારે વિકલ્પોના વેચાણ પરના સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સને ૦.૦૬૨૫ ટકાથી વધારીને ૦.૧ ટકા અને સિક્યોરિટીઝમાં ફ્યુચર્સના વેચાણ પર ૦.૦૧૨૫ ટકાથી વધારીને ૦.૦૨ ટકા કર્યાના એક સપ્તાહ બાદ આવી છે. વિશ્લેષકો કહે છે કે આ ફેરફારો ઓપ્શન્સ ટ્રેડિંગનંં આકર્ષણ વધુ વધારશે.નાણાકીય વર્ષ ૨૦૨૪માં કેશ માર્કેટ સેગમેન્ટે રૂ. ૨૧૭ લાખ કરોડનું ટર્નઓવર કર્યું હતું. પ્રીમિયમ ધોરણે કુલ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટનું ટર્નઓવર રૂ. ૪૮૨ લાખ કરોડના ૨.૨ ગણું હતું.
Reporter: admin