News Portal...

Breaking News :

બિગબોસ મરાઠી 5 મરાઠીઓનું અપમાન કરવા બદલ સમગ્ર કોણે મહારાષ્ટ્રની માફી માંગવા કહ્યું!

2024-08-05 22:32:06
બિગબોસ મરાઠી 5 મરાઠીઓનું અપમાન કરવા બદલ સમગ્ર કોણે મહારાષ્ટ્રની માફી માંગવા કહ્યું!





મુંબઈ : BIGGBOSS 14 માં ભાગ લેનાર અભિનેત્રી નિક્કી તંબોલીએ હવે બિગ બોસ મરાઠી 5માં ભાગ લીધો છે, અને ત્યાં પણ તેના કારણે વિવાદ સર્જાયો છે. તાજેતરના એપિસોડમાં, શોના હોસ્ટ રિતેશ દેશમુખ તેની વર્તણૂકને લઈને તેના પર ભડક્યો હતો અને તેને મરાઠીઓનું અપમાન કરવા બદલ સમગ્ર મહારાષ્ટ્રની માફી માંગવા કહ્યું હતું. 




નિક્કી પહેલાં દિવસથી જ સ્પર્ધક વર્ષા ઉસગાંવકર અને અન્ય ઘરના સભ્યો સાથે દલીલ કરી હતી અને આખા અઠવાડિયા દરમિયાન તેમની વચ્ચે અનેક ઝઘડા થયા હતા. તાજેતરમાં ભાઉચા ધક્કા એપિસોડ દરમિયાન, રિતેશે નિક્કી પર વર્ષા (મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વરિષ્ઠ અભિનેત્રી) સાથે અપમાનજનક વર્તન કરવાનો આરોપ મૂક્યો હતો. આ બાબતે રિતેશે કહ્યું હતું કે, 'નિક્કીની વાત સાચી હતી પરંતુ તે વાત રજૂ કરવાની રીત ખોટી હતી જે સ્વીકારી શકાય નહિ.' 




ત્યારબાદ અભિનેત્રીએ પોતાના વર્તન બદલ રડતાં રડતાં રાજ્યના લોકો પાસે માફી માંગી હતી અને રિતેશને વચન આપ્યું હતું કે તે ભવિષ્યમાં પણ પોતાના શબ્દો અને કાર્યો બાબતે સાવચેત રહેશે. નિક્કી બિગ બોસ 14ના ફાઇનલિસ્ટમાંની એક હતી. આખી સિઝન તે તેના ઝઘડાઓના કારણે ચર્ચામાં રહી હતી. તેમજ ત્યાં પણ હોસ્ટ સલમાનખાન દ્વારા અન્ય લોકો સાથેના વર્તન માટે તેને ઘણી વખત ઠપકો આપવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post