જિગાવા : નાઈઝીરિયામાં એક ફ્યૂઅલ ટેન્કર રોડ વચ્ચે અકસ્માતનો ભોગ બની ગયું હતું, જે બાદ તેમાંથી ઓઈલ ચોરી કરવા લોકોનું ટોળું એકઠું થઈ.
લોકો એટલી સંખ્યામાં એકઠા થયા કે ઓઈલ ટેન્કરમાં મોટો વિસ્ફોટ થઈ ગયો હતો. આ વિસ્ફોટમાં 94 લોકોનાં ઘટનાસ્થળે જ મોતને ભેટયા હતા. જ્યારે 50થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. આ ગમખ્વાર ઘટના ઉત્તરી નાઈઝીરિયાના જિગાવા રાજ્યની છે. નાઈઝીરિયામાં એક ઈંધણ ટેન્કરને મધ્ય રસ્તે અકસ્માત નડયો હતો. જે બાદ તેમાંથી ઓઈલ લેવા સ્થાનિકોએ રીતસરની પડાપડી કરી હતી. અકસ્માતને લઈ આસપાસથી લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. અકસ્માતનો ભોગ બનેલા ટેન્કરમાંથી લોકો ઓઈલ કાઢવા લાગ્યા હતા.
નાઈઝીરિયામાં એક ઈંધણ ટેન્કરને મધ્ય રસ્તે અકસ્માત નડયો હતો. જે બાદ તેમાંથી ઓઈલ લેવા સ્થાનિકોએ રીતસરની પડાપડી કરી હતી. અકસ્માતને લઈ આસપાસથી લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. અકસ્માતનો ભોગ બનેલા ટેન્કરમાંથી લોકો ઓઈલ કાઢવા લાગ્યા હતા. આ સમય દરમ્યાન મોટો વિસ્ફોટ થયો જેમાં 94 લોકોનાં મોત થયા હતા. આ ઘટના ઉત્તરી નાઈઝીરિયાના જિગાવા રાજ્યની છે. જેમા અન્ય 50 લોકો ઈજાગ્રસ્તોને સારવાર માટે તાબડતોબ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Reporter: admin