સમગ્ર વિશ્વમાં 3 જુનને સાયકલ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે સયાજી બાગ ખાતે આવેલ સાયકલ સ્ટેન્ડમા સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે કેટલીય સાયકલની ચેન ઉતરી ગયેલી હાલતમાં છે તો કેટલીક સાયકલોને ચેનથી બાંધી રાખી છે.
શહેરના સયાજીબાગમાં લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને મોટા ઉપાડે સાયકલો લાવી દેવામાં આવી હતી. અને તેનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો. જો કે હાલમાં આ સાયકલો ધૂળ ખાઈ રહી છે. 3 જુનને સમગ્ર વિશ્વમાં સાયકલ દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે શહેરમાં આ સાયકલોના હાલ જોઈને લખો રૂપિયા પાણીમાં ગયા હોય તેમ લાગી રહ્યું છે. સાયકલોમાં કોઈ પણ જાત ના ઠેકાણા નથી કે કોઈ ચલાવી શકે તેવી સ્થિતિમાં નથી. તો જનતા કેવી રીતે વિશ્વ સાઇકલ દિવસ મનાવે.
આજે મહાનગરપાલિકાના મેયર ચેરમેન અને ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા સાયકલ ચલાવી વિશ્વ સાયકલ દિવસ મનાવવો જોઈતો હતો પરંતુ સત્તાના નશામાં ચકનાચૂર થઈ ગયેલા સત્તાધીશો અને અધિકારીઓ વિશ્વ સાયકલ દિવસ ને ભૂલી ગયા છે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં બે કરોડની આસપાસના ખર્ચે પૂર્વ વિસ્તારમાં પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન દ્વારા સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો તે દરમિયાન પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષની સાયકલ ચાલી હતી પરંતુ હવે કોઈ સાયકલ ચલાવનાર ત્યાં દેખાતા નથી અને સાયકલ ટ્રેકમાં પણ મસમોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે આ સાયકલોનો ઉપયોગ કરવામાં આવે તેવી પણ માગ ઉઠવા પામી છે.
Reporter: News Plus