ચોમાસુ આવતા પહેલા કોન્ટ્રાક્ટર અને અધિકારીની મીલી ભગતની પોલ ખોલી...શહેરના વીઆઈપી રોડ વુડા સર્કલ પાસે એપાર્ટમેન્ટ ની નજીક મસ મોટો ભ્રષ્ટાચાર નો ભુવો પડ્યો છે.રસ્તાની વચ્ચોવચ ભૂવો પડતા વાહન ચાલકોને પરેશાન થઇ ગયા હતા. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના ભાગ બટાઈ ના કારણે હલકી કામગીરી કરવામાં આવે છે.આવા કોન્ટ્રાક્ટરોને પાલિકાના સત્તાધીશોએ બ્લેક લિસ્ટ કરવા જોઈએ
શહેરના વીઆઈપી રોડ વુડા સર્કલ પાસે એપાર્ટમેન્ટ ની નજીક મસ મોટો ભ્રષ્ટાચાર નો ભુવો પડ્યો છે.કોન્ટ્રાક્ટરોની અને અધિકારીઓની ભાગ બટાઈ કારણે હલકી કમગીરી કરવામાં આવે છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભુવા ખાડાઓ પડવાની હવે રમઝટ જામશે. ચોમાસુ આવશે એટલે અધિકારીઓને કોન્ટ્રાક્ટર ની મિલીભગતની પોલ ખુલશે. ફરી કોન્ટ્રાક્ટર દ્વારા રોડ નો કોન્ટ્રાક્ટ મુકવામાં આવશે અને અધિકારી અને પદાધિકારીઓ દ્વારા તેને મંજૂર પણ કરવામાં આવશે. જે રોડની ગેરંટી ત્રણ વર્ષ પાંચ વર્ષ, કે 10 વર્ષ હોય છે તે રોડ માત્ર એક જ વર્ષની અંદર ખરાબ થઈ જાય છે. જો કે જે કોન્ટ્રાક્ટરો હોય છે તે વારંવાર હલકી ગુણવત્તાની કામગીરી કરવા છતાં પણ તેને જ કોન્ટ્રાકટ આપવામાં આવે છે. મોટાભાગના કોન્ટ્રાક્ટર રાજકીય પીઠ પર ધરાવે છે. હલકી ગુણવત્તાને કામગીરીને લઈને તેમાં ભુવા પડવાનો સિલસિલો શરૂ થઈ જાય છે. પરંતુ તંત્ર દ્વારા કોઈપણ જાતની સુચના આપવામાં આવતી નથી સાથે જે તે ભ્રષ્ટાચારીઓ ની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી નથી.
કે પ્રજા ના વેરા ના રૂપિયા કોન્ટ્રાકટ - અધિકારીઓ ભાગ બટાઈ ના કારણે નાગરિકો ને સહન કરવું પડે છે.શહેરમાં જે રોડ રસ્તાઓને નવીનીકરણ કરવામાં આવ્યું હોય અને ત્યાં રોડ પર ભૂવા ખાડા પડે તેવા તમામ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ. ઉલ્લેખની આ છે કે હજી ચોમાસું ની શરૂઆત થઈ નહીં એ પહેલાં જ કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાની કામગીરીની પોલ ખોવાઈ ગઈ છે. તો કે દર ચોમાસે આખા વડોદરા શહેરમાં ભુવા પડવાનો સિલસિલો શરૂ થઈ જાય છે. તેના જે ભોગ છે નાગરિકો બનતા હોય છે. જોકે ચોમાસા દરમિયાન ખાડાની અંદર પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમાં પડવાના કેટલા કિસ્સા પણ સામે આવ્યા છે. તો કે મહાનગરપાલિકા અધિકારી કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ જાતની મદદ તેને કરવામાં આવતી નથી. સ્માર્ટ સિટી વડોદરા શહેર ચોમાસા દરમિયાન ભુવા નવી તરીકે પણ ઓળખાય છે.
Reporter: News Plus